________________
દિ, કુ) હું કરતા પરભાવને;
[૧૩પ જ યુક્તિ કરી છે. ત્યારે તેણે ખુશી થઈને તેને દાન આપી વિદાય કર્યો. ત્યાર પછી જીણહાકે તીર્થયાત્રા, ચૈત્ય, પુસ્તક ભંડાર પ્રમુખ ઘણુ શુભ કૃત્ય કર્યા. માથે પોટલું લઈ જાય તેના પર ટેક્ષનહિ એ વાત હજી સુધી લોકમાં ચાલે છે.
મૂળ બિંબની વિસ્તારપૂર્વક પૂજા પછી અનુક્રમે જેને જેમ ઘટે તેમ યથાશક્તિ સર્વ બિંબની પૂજા કરવી. દ્વારબિંબ અને સમવસરણબિંબ પૂજા.
દ્વાર બિંબ અને સમવસરણ બિંબ (દરવાજા ઉપરની અને ચામુખ પ્રતિમાની પૂજા મૂળનાયકની અને બીજા બિંબની પૂજા કીધા પછી જ કરવી સંભવે છે, પણ ગભારામાં પ્રવેશ કરતાં સંભવતી નથી. કદાપિ ગભરામાં પ્રવેશ કરતાં જ દ્વારબિંબની પૂજા કરે અને ત્યારપછી જેમ જેમ પ્રતિમાઓ અનુક્રમે હોય તેમ તેમની પૂજા કરતે જાય તે મોટા દેરાસરમાં ઘણા પરિવાર હોય તેથી ઘણા બિંબની પૂજા કરતાં પુષ્પ, ચંદન, ધૂપાદિક સર્વ પૂજન સામગ્રી સમાપ્ત થઈ જાય, ત્યારે મૂળનાયકની પ્રતિમાની પૂજા તે પૂજનની દ્રવ્ય સામગ્રી રહી (બચી) હોય તો થાય અને થઈ રહી હોય તે રહી પણ જાય. તેમ જે શત્રુંજય, ગિરનાર પ્રમુખ તીર્થે એમ કરવામાં આવે એટલે જે જે દેરાસર આવે ત્યાં પૂજા કરતે આગળ જાય તે છેવટે તીર્થનાયકના દેરાસરે પહોંચતાં સર્વ સામગ્રી ખલાસ થઈ જાય ત્યારે તીર્થનાયકની પૂજા રહી જાય, તેથી એ યુક્ત નથી.
માટે મૂળનાયકની પૂજા કરીને યથાયોગ્ય પૂજા કરતા જવું એગ્ય છે. જે પહેલાં આવે તેની પૂજા પ્રથમ કરવી