________________
૧૩૬ એમ જેમ જેમ જાણે [શ્રા, વિ. એમ માનીએ તે ઉપાશ્રયમાં પ્રવેશતાં ગુરુને વંદના કરતાં પહેલાં નજીક આવેલા સાધુઓને પ્રથમ વંદન કરવું પડે, માટે નજીકમાં આવતી પ્રતિમાને પ્રણામ કરી મૂલનાયકની પૂજા પ્રથમ કરી પછી અન્ય પ્રતિમાઓનું પૂજન યોગ્ય છે. કેમકે, જીવાભિગમ સૂત્રમાં કહેલી રીતિ પ્રમાણે જ સંઘાચારમાં કહેલી વિજયદેવની વક્તવ્યતાને વિષે પણ દ્વારબિંબની અને સમવસરણબિંબની પૂજા સર્વથી છેલ્લી જ બતાવેલી છે. તે બતાવે છે કે—સુધર્માસભામાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતની દાઢાને દેખી પ્રણામ કરીને પછી ડાભડા ઉઘાડી મોરપીંછીથી પ્રમાર્જન કરે. ત્યારપછી સુગંધી જળથી એકવીશ વાર પખાળીને ગશીર્ષચંદનને લેપ કરી ફૂલથી પૂજા કરે. એમ પાંચે સભામાં પૂજા કરીને પછી ત્યાંની દ્વારપ્રતિમાની પૂજા કરે એમ છવાભિગમ સૂત્રમાં સ્પષ્ટાક્ષરથી કહેલું છે, માટે દ્વારપ્રતિમાની પૂજા જેમ સર્વથી છેલ્લી કરવી તેમ મૂળનાયકની પૂજા સર્વથી પહેલાં અને સર્વથી વિશેષ કરવી. કહેલું છે કે
પૂજા કરતાં વિશેષ પૂજા તે મૂળનાયક બિંબની ઘટે છે કેમકે, દેરાસરમાં પેસતાં પ્રથમથી જ મૂળનાયક પર સર્વ લેકની દષ્ટિ અને મનની એકાગ્રતા થાય છે. મૂળનાયકની પ્રથમ પૂજા કરવા સંબંધે પ્રશ્નોત્તર
શકાકાર પ્રશ્ન કરતાં પૂછે કે, જે મૂળનાયકની પૂજા પ્રથમ કરવી અને બીજા પરિવારની પૂજા પછી કરવી એમ છે તે, બધા તીર્થકર તે સરખા જ છે, ત્યારે પ્રતિમામાં સ્વામી-સેવકભાવ કેમ હોવું જોઈએ? જેમકે, એક બિંબની