________________
Lis] ઉપશમ જલ ઝીલા [ત્ર વિ. મુખકેશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ યુક્તિથી જેમાં જીવની ઉત્પત્તિ ન હેાય, એવાં કેશર, કસ્તુરી પ્રમુખ વસ્તુથી મિશ્ર કરેલું. ચંદન ઘસવું. વીણેલા અને ઉંચા આખા ચાખા, સાધેલા ગ્રૂપ અને દીપ, અપૂર્વ સરસ નૈવેદ્ય તથા મનેાહેર ફળ ઇત્યાદિ સામગ્રી એકઠી કરવી, એવી રીતે દ્રવ્યમુદ્ધિ કહી છે. રાગ, દ્વેષ, કષાય, ઈર્ષ્યા, ઈહલેાકની તથા પરલેાકની ઇચ્છા, કૌતુક તથા ચિત્તની ચપળતા ઇત્યાદિ દોષ મૂકીને ચિત્તની એકાગ્રતા રાખવી તે ભાવદ્ધિ જાણવી. કહ્યુ છે કે–મન, વચન, કાયા, વસ્ત્ર, ભૂમિ, પૂજાનાં ઉપકરણ અને સ્થિતિ (આસન પ્રમુખ) એ સાતેની શુદ્ધિ ભગવાનની પૂજા કરતી વેળાએ રાખવી.
દ્રવ્ય અને ભાવથી શુદ્ધ થયેલ ગૃહચૈત્યમાં પજા કરે.
એવી રીતે દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ થએલા મનુષ્ય ઘર દેરાસરમાં જાય. અને કહ્યું છે કે- પુરૂષ જમણેા પગ આગળ મૂકીને જમણી બાજુએ યતનાથી પ્રવેશ કરે, અને શ્રી ડાખા પગ આગળ મૂકીને ડાખી ખાજૂએ યતનાથી પ્રવેશ કરે. પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ડાબી નાડી ચાલે ત્યારે અને મૌન પૂર્ણાંક સુધિ અને મધુર પદાર્થાથી દેવની પૂજા કરે. તે આ રીતે.
પૂર્વ દિશા કે ઉત્તરદિશા સામે બેસીને ચદ્રનાડી વહેતાં સુગધવાળા મીઠા પદાર્થાથી દેવની પૂજા કરે. સમુચ્યથી કેવી યુક્તિપૂર્વક દેવની પૂજા કરવી તે વિધિ બતાવે છે
ત્રણ નિસિદ્ધિ ચિ‘તવવી, ત્રણ પ્રદક્ષિણા ફરવી, ત્રિકરણ (મન, વચન, કાયા) શુદ્ધિ કરવી એ વિધિથી શુદ્ધ પવિત્ર