________________
અથવા દેશ વિરતિપર્ણ જેનામાં છે તે શ્રાવક ધર્મ અને સાવ વિરતિપાછું જેનામાં છે તેને સાધુધર્મ કહે છે. ચારિત્ર મેહનીય કામના સાપશમ વિના સર્વવિરતિ ધર્મ પામી શકાતું નથી. એટલે નકકી થયું કે સર્વવિરતિ ધર્મ એટલે સર્વ પ્રકારના પાપકાર્ય પોતે કરે નહિ. બીજા પાસે કરાવે નહિ અને કોઈએ કર્યા હોય તે તેની પ્રશંસાઅનુમોદના કરે નહિ આવો સર્વપાપથી બચવા સ્વરૂપ ધમ જગતમાં ઉત્તમમાં ઉત્તમ છે. અને જેઓનું તેવું જીવન છે તેઓ ઉત્તમતમ છે, પૂજનીય છે, વંદનીય છે.
આવો સર્વવિરતિ ધર્મ બધા લઈ શકે નહિ તે બીજાઓએ કેવા પ્રકારનું જીવન જીવવું ? આ પ્રશ્ન આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે મગધદેશના મહારાજા શ્રેણિક તેમના બુદ્ધિનિધાન સુપુત્ર અભયકુમારે પ્રભુ મહાવીરદેવને પૂછતાં સર્વજ્ઞ વીતરાગ વીર પ્રભુએ શ્રાવક ધર્મના આચારની વાત પ્રરૂપી. જેને ગણધર ભગવંતેએ સૂત્રરૂપે ગુંથી તે ગ્રંથ રૂપે બની જેનું નામ છે શ્રાદ્ધવિધિ.
ગ્રંથના મૂળ લેકે ૧૭ છે તેને સમજવા માટે આચાર્ય પત્નશેખરસૂરિજી મ. સા. સં. ૧૫૦૬માં શ્રાદ્ધવિધિ ગ્રંથની વિધિ કૌમુદિ નામની ટીકા ૬૭૧ શ્લોક પ્રમાણ બનાવી ત્યારે આપણે શ્રાવકના આચારો-કર્તવ્ય કેવા હેવા જોઈએ તે કાંઈક અંશે સમજી શકીએ છીએ. પૂજયશ્રીને આપણું ઉપર મોટો ઉપકાર છે.
આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃતમાં હાઈ બધા શ્રાવકને સમજવું કઠિન થઈ પડે તે માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર થાય તે તેને સમજી શકાય અને યથાશક્ય પાલન પણ કરી શકાય.
આ વિચાર અને આવતા પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી મહાયશ સાગરજી મ.સા. ને અમે વાત કરી તે પૂજ્યશ્રીએ કહ્યું કે પૂર્વે આનું ભાષાન્તર થયેલું છે અને કયાંક ઉપલબ્ધ પણ થાય ત્યારે અમોએ પૂજ્યશ્રીને વિનંતિ કરી ભાષાન્તર મેટી સાઈઝની બ્રા કરતાં નાની બુક રૂપે બને તે સારું અને વર્તમાન