________________
પરિસ્થિતિ અનુરૂપ બાળ-યુવાન વૃદ્ધો દરેકને હેશે હે વાંચવાને ઉલ્લાસ જાગે તેવું બને તે ઘણું જીવો પ્રભુ માર્ગને જાણી શકશે, પામી શકશે અને આરાધી શકશે.
ઉપરની હકીકતને લક્ષમાં લઈ પ. પૂ. ગણિવર્ય મહારાજશ્રી એ ઘરે જ પરિશ્રમ લઈ આ પુસ્તકનું ભાષાંતર, વિવિધ ભાવોને દર્શાવતા ઘણું ચિત્રો અને વિવિધ દૃષ્ટાંતોથી ભરપુર આ ગ્રંથ બનાવી દીધું. જ્યાં જ્યાં આચાર્ય રત્નશેખરસૂરિજી મ. સા. ગ્રંથમાં. વાર્તાને નિર્દેશ માત્ર કર્યો હોય તે-તે વાતન વિગતથી લખેલ છે. તદુપરાંત બીજી પણ કેટલીક ઉપયોગી વાતે-દષ્ટ અને ચિત્રા દ્વારા ગ્રંથને વધુ સુંદર બનાવ્યો છે. પાછળના પરિશિષ્ટમાં ધાર્મિક જીવન, વ્યવહાર ઉપયોગી વાતો બતાવી છે. સૌનું આકર્ષણ ખેંચે તેવી વાત તે એ છે કે આ ગ્રંથમાં પેઈજ નંબર સાથે ૫. પૂ ઉપાધ્યાય શ્રી, યશોવિજયજી મ. સા. કૃત શ્રી સીમંધર સ્વામિને વિનંતિરૂપ સવાસો ગાથાનું સ્તવનની એકેક લાઈન ગોઠવી છે.
આ કાર્યમાં દરેક રીતે દ્રવ્ય તથા સેવાથી સહગ આપનાર, શારદાબેન કેશવલાલ પ્રેમચંદ પારેખ, બીપીનભાઈ, ભરતભાઈ, સતીષભાઈ વિજયભાઈ ભોગીભાઈ, વાડીભાઈ, કીર્તિભાઈ, કીરણભાઈ હસમુખભાઈ, નટવરભાઈ, ખાનપુર સંધ, જામનગર સંઘ જયંતિભાઈ, મણીભાઈ પેરા સંધ, રમણભાઈ, અમૃતભાઈ મનુભાઈ, નયનભાઈ, શાંતિભાઈ, ફોટા મૂકાવનાર મહાનુભાવો અને નાને મોટા લાભ લેનાર દરેકને, સાધુ તથા સાધ્વીજી મહારાજને મુળી સંઘને ગોડીના ટ્રસ્ટી ગોકળભાઈ, અમરચંદભાઈને પ્રેસ મેનેજર ડાહ્યાભાઈ, બ્લેક ડીઝાઈન બનાવનાર આદિને આભાર માનીએ છીએ. તથા મુકેશ, ધર્મેશ, સંજય, નયન, નૃપેશ, રોહિતને કેમ ભૂલાય ?
અંતમાં આ ગ્રંથના વાંચન-મનન-ચિંતનથી પવિત્ર જીવન, જીવી મોક્ષના અથિ બને એજ શુભેચ્છા. - આ ગ્રંથમાં મતિમંદતા કે પ્રેસદષથી ક્ષતિ રહી હેય તે વિધાને સુધારીને વાંચશે.
પ્રકાશક