________________
િક.] તિહાં લગે ગુણઠણું ભલું,
[૮૮ એક પાણીના બિંદુમાં તીર્થકરે જેટલા જીવ કહ્યા છે તે છે જે સરસવ પ્રમાણ શરીર ધારણ કરે તે આખા જબૂદ્વીપમાં સમાઈ શકે નહીં. લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયના ખંડમાં જેટલા જીવ હેય છે તે કદાપિ પારેવા જેવડાં શરીર કરે તે આખા જંબુદ્વીપમાં સમાઈ શકે નહીં. પૃથ્વીકાય અને અપકાયમાં એવા સૂક્ષ્મ જીવ રહેલા છે માટે પાન ખાવાથી અસંખ્યાતા જીવોની વિરાધના થાય છે માટે વિવેકી પુરૂષ પાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. સવ સચિત્તને ત્યાગ કરવા ઉપર આંબડ પરિવ્રાજક (તાપસ) ના સાત શિષ્યનું દૃષ્ટાંત ૬. ૧૧ અંબડ નામના પરિવ્રાજકને સાતસે શિષ્ય હતા. તેમણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરતાં એ નિયમ લીધો હતે કે–અચિત્ત અને કેઈએ આપેલ હોય એવાં અન્નપાણી વાપરવાં, પણ સચિત્ત અને કેઈએ આપ્યું ન હોય એવું અન્ન-જળ લેવું નહીં. તેમાં એક વખત ગંગાનદીના કિનારે થઈ ઊનાળાના દિવસમાં ચાલતા કેઈક ગામ જતા હતા, તે વખતે બધાઓની પાસે પાણી ખૂટી ગયું, તેથી પાણીની ઘણી આકરી તૃષાથી પીડાયા પણ નદીકિનારે તડકાથી તપેલાં પાણી અચિત્ત થયેલાં હતાં છતાં કેઇના આપ્યા સિવાય તેમણે ઉપર જણાવ્યા પ્રમાણે વાપરવાને નિયમ હતું તેથી તે કેમ વાપરી શકાય? અર્થાત ન વાપરતાં તે તમામ સાત પરિવાજએ ત્યાં જ અણસણ કર્યા. એ પ્રમાણે અદત્ત કે સચિત્ત કેઈએ વાપર્યું નહીં. માટે ત્યાં જ તે બધા કાલી કરી બહાદેવકે (પાંચમે