________________
૯૦.
કેમ આવે તાણ્યું. [શ્રા. વિ. દેવલેકે) ઈન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા. એમ જે પ્રાણી સર્વ સચિત્તને ત્યાગ કરે છે તે મહાસુખને પામે છે.
ચૌદ નિયમ ધારવાની વિગત, જેણે ચૌદ નિયમ પહેલાં અંગીકાર કર્યા હોય તેણે દરરોજ સંક્ષેપ કરવા જોઈએ અને જેણે ચૌદ નિયમ લીધેલા ન હોય તેણે પણ ધારીને દરરોજ સંક્ષેપ કરવા, તેની રીતિ નીચે મુજબ છે.
૧ સચિત્ત–મુખ્ય વૃત્તિએ સુશ્રાવકે સચિત્તને સર્વથા ત્યાગ કરે જોઈએ તેમ ન બની શકે તે સામાન્ય ન્યથી એક બે ત્રણ પ્રમુખ સચિત્ત વાપરવાની છૂટ રાખીને બાકીના સર્વ સચિત્તને દરરોજ ત્યાગ કરે. કેમકે, શાસ્ત્રમાં લેખેવું જ છે કે, “પ્રમાણવંત નિર્જીવ પાપ રહિત આહાર કરવાથી પિતાના આત્માને ઉદ્ધાર કરવામાં તત્પર એવા સુશ્રાવકે હેય છે.”
- ૨ દ્રવ્ય-સચિત્ત (માંસ) ખાવાની ઈચ્છાથી માછલાં (તંદુલીઓ આદિ) સાતમી નારકીમાં જાય છે એટલે સચિત્ત (માંસ) આહાર મનથી પણ ઈચ્છનીય નથી. સચિત્ત વિગય (માંસ) છોડીને જે કાંઈ મુખમાં નખાય તે સર્વ દ્રવ્યમાં ગણાય છે. જેમકે ખીચડી, રોટલી, રોટલે, નવીયતાને લાડુ, લાપશી, પાપડી, ચુરમુ, કરં, પુરી, ખીર, દુધપાક, એમાં ઘણા પદાર્થ મળવાથી પણ જેનું એક નામ ગણાતું હોય તે એકદ્રવ્ય ગણાય છે. વળી એક ધાન્યના ઘણા પદાર્થ બનેલા હોય તે તે જુદા જુદા દિવ્ય ગણાય છે. જેમકે, રોટલે, શટલી, પેળી, માંડા, ખાખરા, ઘુધરી,