________________
૮]
લક્ષણ નવ જાણુ,
[શ્રા. વિ. વંદન કરુ' છું. (કૌશા પ્રતિબંધક સ્થૂલ ભદ્ર મુનિ) સચિત્ત વસ્તુએમાં પણ નાગરવેલનાં પાન ક્રૂત્સ્યાય છે; બીજાં બધાં સચિત્તને અચિત્ત કર્યાં હોય તે પણ તેના સ્વાદ પામી શકીએ છીએ. વળી કેરીના સ્વાદ પણ સુકાયા પછીયે પામી શકીએ છીએ, પર`તુ નાગરવેલનાં પાન તા નિર'તર પાણીમાં લાગેલાં જ રહેવાથી નીલ-કુલ, કુંથુવાદિકની વિરાધના ઘણી જ થાય છે, માટે પાપથી ભય રાખનારા પ્રાણીએ રાત્રિએ પાન સર્વથા ખાવાં નહી'. કદાપિ કોઈ ને વાપરવાની જરૂર હોય તે, તેણે આગળથી દિવસે શુદ્ધ કર્યા સિવાય વાપરવાં નહી. વળી પાન તે કામદેવને ઉત્પન્ન થવા માટે એક અંગરૂપ હોવાથી અને તેનાં પ્રત્યેક પત્રમાં અસખ્ય જીવની વિરાધના હાાથી બ્રહ્મચારીઓને તા ખરેખર ત્યજવા ચેાગ્ય છે. જે માટે આગમમાં પણ એમ લખેલું છે કે : પર્યાપ્તાની નિશ્રાયે (સાથે જ) અપર્યાપ્તા ઉપજે છે. જયાં એક પર્યાતા ઉપજે ત્યાં અસંખ્યાતા અપર્યાપ્તા થાય છે.” જ્યારે ખાદર એકેન્દ્રિયમાં એમ કહેલું છે તેમજ સૂક્ષ્મ એકેદ્રિયમાં જ્યાં તેની નિશ્રાએ એક અપર્યાપ્તા હોય ત્યાં તે નિશ્રામાં સખ્યાત પર્યાપ્ત હાય છે એમ આચારાંગ સૂત્રની વૃત્તિમાં કહેલ છે. એમ એક પત્રાદિકથી અસંખ્યજીવની વિરાધના થાય છે; એટલું જ નહી પણ તે પાનને આશ્રયે રહેલા જળમાં નીલ—ફૂલના સભવ હાવાથી અન`ત જીવને વિધાત પણ થઈ શકે છે. કેમકે, જળ,લવણાદિક અસખ્ય જીવાત્મક જ છે. તેમાં જો સેવાળ પ્રમુખ હોય તે અનંત જીવાત્મક પણ સમજવાં. જે માટે સિદ્ધાંતામાં કહેલ છે કે ઃ