SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ કરિશતક ભગવતી શ. ર૭ ઉ. ૧૧ ૦ સકષાયમાં ચાર ભાગ હોય છે. પહેલે ભાંગે અભવ્યની અપેક્ષાએ હોય છે, બીજો ભાંગે એ ભવ્ય જીવની અપેક્ષા હોય છે, કે, જેનું મેહનીય કર્મ ક્ષય થવાવાળું છે. ત્રીજો ભાંગે ઉપશમક સૂફમસંપાયની (૧૦ માથી ૧૧ મા ગુણસ્થાને જવાવાળા) અપેક્ષાએ છે. ચોથે ભાગ લપકસૂક્રમસંપાયની અપેક્ષાએ (૧૦ માથી ૧૨ મા ગુણસ્થાને (જવાવાળા) છે. એ રીતે લેભ કષાયીમાં ચાર ભાંગા સમજવા. ક્રોધ કષાયીમાં પહેલે અને બીજો એ બે ભાંગા જ લાભે છે. પહેલે ભાગે અભવ્યની અપેક્ષાએ છે, અને બીજો ભાગ ભવ્ય વિશેષની અપેક્ષાએ છે. ત્રીજો અને ચે ભાંગ હોતા નથી. કેમકે જ્યારે ક્રોધને ઉદય થાય છે ત્યારે અબંધકપણું હોતું નથી. બાંધ્યું હતું બાંધતું નથી અને બાંધશે એ ભાગે અકષાયીને ઉપશમકઆશ્રયી હોય છે, અને બાંધ્યું હતું, બાંધતું નથી. બાંધશે નહીં એ ભંગ ક્ષપઆશ્રયી જાણે. સગી અભવ્ય, ભવ્યવિશેષ, ઉપશમક અને ક્ષેપકને આશ્રયી ક્રમશઃ ચારે ભાંગા જાણવા. એની પાપકર્મ બાંધતું નથી તેમ બાંધવાનું પણ નથી, માટે એક છેલ્લે ભાગ હોય છે. નારકને ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી નહીં હોવાથી પ્રથમના બે ભાંગા હેાય છે. એમ સલેશ્ય ઈત્યાદિ વિશેષણયુક્ત નારકપદ જાણવું. એ રીતે અસુરકુમારદિને પણ જાણી લેવું. કરિંતુ શતક શ્રી ભગવતી સૂત્ર શ. ૨૭. ઉ. ૧૧ ને + અધિકાર ગૌતમ? અહે ભગવન્! શું જીવે (૧) પાપ કર્મ કર્યા, - છવ્વીસમા શતકના પ્રશ્નમાં “બંધી” ૫૬ આવે છે, એટલે તેનું નામ “બંધી શતક” કહ્યું છે અને એ જ પદ્ધતિ પ્રમાણે અહીં સત્તાવીસમા શતકના પ્રારંભમાં “કરિંતુ પદ” આવે છે, માટે તેનું નામ “કરિંતુ શતક” નામ આપેલ છે. જો કે કર્મને “બંધ” અને “કર્મકરણમાં વિશેષ અંતર નથી. તો પણ સામાન્ય રૂપથી કર્મનું બાંધવું તે “ કર્મબંધ” કહેવાય છે અને કરણ દ્વારા “સંક્રમ” આદિ રૂપમાં પરિણમન થાય છે, માટે તે “કર્મકરણ” કહેવાય છે. એ વિશેષતા બતાવવા માટે અહીં બંધ અને કરણ (કરિંસુ)ને નિર્દેશ કરેલ છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy