________________
ઉપર
શ્રી ભગવતી પોએ
મહાવીરઃ હે ગૌતમ! બા તપના છ પ્રકાર છે-(૧) અનશન આહારત્યાગ, (૨) ઉદરી-કંઈક એ છે આહાર કરે, (૩) ભિક્ષાચર્યા, () રસને ત્યાગ કરે, (૫) કાયકલેશ-શરીરને કષ્ટ આપવું અને, (૬) પ્રતિસંલીનતા-ઈન્દ્રિય કષાયાદિનો નિગ્રહ રાખ.
ગૌતમઃ હે ભગવન્ ! અનશનના કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ! અનશનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-ઈરિક અમુક કાળ સુધી આહાર ત્યાગ અને થાવસ્કથિકજીવનપર્યત આહાર-ત્યાગ.
ગૌતમ હે ભગવન ! ઇવરિક અનશનના કેટલા પ્રકાર છે?
મહાવીર : હે ગૌતમ! ઇવરિક અનશન અનેક પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ચતુર્થભક્ત-એક ઉપવાસ, ષષ્ટભકત-બે ઉપવાસ, અષ્ટમભક્ત ત્રણ ઉપવાસ, દસમભક્ત ચાર ઉપવાસ, દ્વાદશભક્ત-પાંચ ઉપવાસ, ચતુર્દશ ભક્ત-છ ઉપવાસ, અર્ધમાસિક ભક્ત-- પક્ષના ઉપવાસ, માસિકભક્ત-માસના ઉપવાસ, દ્વિમાસિકભક્ત-બે માસના ઉપવાસ, ત્રિમાસિકભકત-ત્રણ મહિનાના ઉપવાસ, યાવત-ષટમાસિકમક્ત-છ મહિનાના ઉપવાસ. એ પ્રમાણે ઇવરિક અનશન કહ્યું.
ગીતમઃ હે ભગવન્ ! યાવસ્કથિક અનશનના કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ! યાવસ્કથિક અનશનના બે પ્રકાર છે? (૧) પાદપપગમન અને, (૨) ભક્તપ્રત્યાખ્યાન. - ગૌતમ હે ભગવન્ ! પાદપપગમનના કેટલા પ્રકાર છે?
મહાવીરઃ હે ગૌતમ! પાદપપગમનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે - નિહરિમ (જેમાં મૃત શરીર ઉપાશ્રયાદિથી બહાર કાઢવાનું હોય તે) અને અનિહરિમ (જેમાં મૃત શરીર બહાર કાઢવાનું ન હેય તે)
તેમાં અનિહરિમ અનશન અવશ્ય સેવાદિ પ્રતિકર્મ રહિત છે. એ રીતે પાદપેપગમન અનશન સંબંધે કહ્યું. ગૌતમ હે ભગવન્ ! ભક્તપ્રત્યાખ્યાન કેટલા પ્રકારનું છે?