________________
અસયતની ગતિ ભગવતી -૧ ઉ. ૧ અભાવ છે. તેમ જ સંપૂર્ણ ચારિત્ર પાળવાથી મોક્ષગતિ જ થઈ હોય, ત્યારે તે ગતિમાં ચારિત્રને અસંભવ છે. કારણ કે ચારિત્રને અંગીકાર કર્મના ક્ષય માટે છે, મેક્ષમાં ચારિત્રનું કઈ પ્રજન નથી
અસંત ની ગતિ વિષે ગતમઃ હે ભગવન ! અસયત, અવિરતિ તથા જેણે પાપ કર્મ ક્યાં નથી, અને વર્યા નથી તે જીવ અહીંથી આવીને પરલેકમાં દેવ થાય છે?
મહાવીર : હે ગૌતમ! તેવા કેટલાક દેવ થાય છે અને કેટલાક નથી થતા.
ગૌતમ? હે ભગવન્! તેનું શું કારણ? - મહાવીર : હે ગૌતમ! જે છ ગ્રામ, નગર, રાજધાની, વગેરેમાં પરાણે ભૂખ, તરસ, બ્રહ્મચર્ય, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, વગેરેનાં દુઃખ સહન કરે છે, પરાણે સ્નાન ત્યાગ, પરસેવે, જ, મેલ તથા કાદવથી થતા પરિઢાડને કલેશ થડ યા વધારે વખત સહન કરે છે, તેઓ તે પ્રકારના છ અકામ તપ-કલેશ વડે, મૃત્યુ કાળે મરીને વાણુવ્યંતર દેવકના કેઈ પણ લેકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
" હે ગૌતમ ! અહીં જેમ પુષ્પ પલવ, લતા, ફળ, વગેરેવાળું અશેક, આંબા, કસુંબા, વગેરેનું વન ઘણી શેભા વડે અતીવ શોભતું હોય છે, તેમ વાણુવ્યંતર દેવનાં સ્થાને અની શમતાં હોય છે. ત્યાંનાં દેવ-દેવીની ઓછામાં ઓછી સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે અને વધારેમાં વધારે એક પામ જેટલી હોય છે.
@ કર્મક્ષયની (નિર્જરાની) કામનાથી કરેલું નહિ એવું.