________________
પહે
શ્રી ભગવતી ઉપક્રમ
(૧૭) પૂત્ર, (૧૮) બુદ્ધિતાંગ, (૧૯) શ્રુતિત, (૨૦) અટટાંગ, (૨૧) અટટ, (૨) અવવાંગ, (૨૩) અવવ, (૨૪) હૂહૂકાંગ, (૨૫) હૂહૂક, (૨૬) ઉત્પલાંગ, (૨૭) ઉત્પલ, (૨૮) પદ્માંગ, (૨૯) પદમ, (૩૦) નલિનાંગ, (૩૧) નલિન, (૩૨) અનિપુરાંગ, (૩૩) અૠનિપુર, (૩૪) અયુતાંગ, (૩૫) અયુત, (૩૬) નયુતાંગ, (૩૭) નયુત, (૩૮) પ્રયુતાંગ, (૩૯) પ્રદ્યુત, (૪૦) ચૂલિકાંગ, (૪૧) ચૂલિકા, (૪૨) શીષ પ્રહેલિકાંગ, (૪૩) શીષ પ્રહેલિકા, (૪૮) પન્થેાપમ, (૪૫) સાગરોપમ, (૪૬) અવસર્પિણી, (૪૭) ઉત્સર્પિણી સુધી કહેવુ. એ સર્વાં અસંખ્યાત સમયરૂપ છે.
ગૌતમ : હે ભગવન્ ! પુદ્દગલ પરાવર્તન અસંખ્યાત સમયરૂપ છે, સખ્યાત સમરૂપ છે અથવા અનંત સમયરૂપ છે?
મહાવીર : હે ગૌતમ ! સંખ્યાત સમયરૂપ નથી, અસંખ્યાત સમયરૂપ નથી. પરંતુ અનંત સમયરૂપ છે. એ રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ અને સકાળ કહેવા.
ગૌતમ : હે ભગવન્ ! બહુ આવલિકાએ સ`ખ્યાત સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે અથવા અનંત સમયરૂપ છે ?
મહાવીર હે ગૌતમ ! સંખ્યાત સમયરૂપ નથી, કદાચ અસખ્યાત સમયરૂપ છે, કદાચ અનંત સમયરૂપ છે.
એ રીતે ઘણા શ્વાસેાશ્વાસ યાવત્ ઘણા ઉત્સર્પિણી સુધી કહેવું. ગૌતમ : હે ભગવન્ ! ઘણા પુદ્દગલ પરાવર્તન સંખ્યાત સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે, કે અનંત સમયરૂપ છે ?
મહાવીર : - હે ગૌતમ ! સંખ્યાત સમયરૂપ નથી, અસંખ્યાત સમયરૂપ નથી. પરંતુ અનંત સમયરૂપ છે. O
ગૌતમ : હે ભગવન્ ! આણુપણુ ( આનપાણુ શ્વાસેાશ્વાસ ) સંખ્યાત આવલિકારૂપ છે, અસંખ્યાત આવલિકારૂપ છે અથવા અનંત આવલિકારૂપ છે ?
મહાવીર : હૈ ગૌતમ ! આબુપાણુ સંખ્યાત આલિકારૂપ છે પરંતુ અસંખ્યાત અને અનત આલેિકારૂપ નથી. એ રીતે શીષ પ્રહેલિકા
O ભૂતકાળ, ભવિષ્યકાળ અને કાળ એમાં બહુવયન હેાતા નથી એટલે એમાં બહુવચન અપેક્ષાએ પ્રશ્ન કર્યાં નથી.