________________
કાળ ભગવતી શ–રપ. ઉ–૫
પ૯૫ મહાવીરઃ હે ગૌતમ! આઠ @ કહ્યા છે.
એ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના પણુ આઠ આઠ મધ્ય પ્રદેશ કહ્યા છે. - ગૌતમ: હે ભગવન ! જીવાસ્તિકાયના એ આઠ પ્રદેશ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોમાં સમાઈ શકે છે?
મહાવીરઃ હે ગૌતમ ! જઘન્ય એક, બે ત્રણ ચાર, પાંચ, છ માં સમાઈ શકે છે. અને ઉત્કૃષ્ટ આઠ પ્રદેશમાં સમાઈ શકે છે D પરંતુ સાત પ્રદેશમાં સમાઈ શકતા નથી. -
શ્રી ભગવતી સૂત્ર શ. ૨૫. ઉ. અને અધિકાર
ગૌતમહે ભગવન ! આવલિકા સંખ્યાતા સમયરૂપ છે, અસંખ્યાત સમયરૂપ છે અથવા અનંત સમયરૂપ છે?
મહાવીર : હે ગૌતમ! (૧) આવલિકા સંખ્યાત સમયરૂપ નથી, અનંત સમયરૂપ પણ નથી પરંતુ અસંખ્યાત સમયરૂપ છે.
એ રીતે () શ્વાસોશ્વાસ,(૩) સ્તોક, (૪) લવ, (૫) મુહૂર્ત, (૬) અહેરાત્રિ, (૭) પફા, (૮) માસ, (૯) ઋતુ, (૧૦) અયન, (૧૧) સંવત્સર વર્ષ, (૧૨) યુગ, (૧૩)સો વર્ષ, (૧૪) હજાર વર્ષ, (૧૫) લાખ વર્ષ, (૧૬) પૂર્વાગ,
@ “ધર્માસ્તિકાયના આઠ મધ્ય પ્રદેશ આઠ રુચક પ્રદેશવતી હોય છે? એમ ચૂર્ણકાર કહે છે. તે સૂચક પ્રદેશ મેરુના મૂળ ભાગને મધ્યવતી છે. જો કે ધર્માસ્તિકાય આદિ લેક પ્રમાણ છે. એ માટે એને મધ્ય ભાગ રુચક પ્રદેશથી અસંખ્યાત જન દૂર રત્નપ્રભાની નીચેના આકાશની અંદર છે, રૂચકવતી નથી, છતાં પણ આકાશાસ્તિકાયના આઠ ફુચક પ્રદેશની દિશા અને વિદિશાનાં ઉત્પત્તિ સ્થાન છે. એ માટે તે ધર્માસ્તિકાય આદિનો પણ મધ્ય ભાગ છે, એવી વિવક્ષા કરેલ છે. એવો સંભવ લાગે છે. * * [ સંકોચ અને વિસ્તાર એ જીવ પ્રદેશોના ધર્મ છે એ માટે જીવના મધ્યવતી આઠ પ્રદેશ જધન્ય એક, બે ત્રણ, ચાર, પાંચ, છ આકાશ પ્રદેશમાં રહી શકે છે અને ઉત્કૃષ્ટ આઠ પ્રદેશમાં રહે છે, પરંતુ સાત આકાશ પ્રદેશમાં કદી રહેતા નથી. કેમકે વસ્તુ સ્વભાવ એવો છે.