________________
સસ્થાનની કૃતયુગ્મ ભર્ગ . . ૨૫ છે. ક. અવગાહતા નથી. વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પ્રદેશ, ચૅજ પ્રદેશ, દ્વાપરયુગ્મ પ્રદેશ અને કલ્યાજ પ્રદેશ પણ અવગાહે છે.
ગૌતમઃ હે ભગવન ! એકવચનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે? જ સમયની સ્થિતિવાળા છે? દ્વાપર યુગ્મ સમયની સ્થિતિવાળા છે? કજ સમયની સ્થિતિવાળા છે?
મહાવીરઃ હે ગતમ! કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. થાવત્ કદાચ કજ સમયની સ્થિતિવાળા છે.
એ રીતે વૃત્ત આદિ બાકીનાં ચાર સંસ્થાન કહેવાં.
ગૌતમઃ હે ભગવન ! બહુવચનની અપેક્ષાએ પરિમંડળ સંસ્થાન કુતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ ક જ સમયની સ્થિતિવાળા છે?
મહાવીરઃ હે ગૌતમ! બહુવચન પરિમંડળ સંસ્થાનના બે ભેદ છે. સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ. સમુચ્ચય આદેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ સમયની સ્થિતિના છે. યાવત્ કદાચ કલ્યાજ સમયની સ્થિતિના છે. વિધાનદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે યાવત્ કત્યેજ સમયની સ્થિતિવાળા છે.
એ રીતે વૃત્ત આદિ ચારે સંસ્થાનાં પણ કહેવાં.
ગૌતમ ઃ હે ભગવન! એકવચનથી પરિમંડળ સંસ્થાના કાળા વર્ણની પર્યાની અપેક્ષાએ કૃતયુમ યાવત્ કલ્યાજ છે?
મહાવીરઃ હે ગતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યાજ છે. જે રીતે સ્થિતિના કહ્યા એ પ્રકારે કહેવા. એ પ્રકારે વીસ વર્ણાદિક (૫ વર્ણ, ૨ ગંધ પ રસ, ૮ સ્પર્શ=૨૦) ના કહેવા.
બહુવચનથી પરિમંડળ સંસ્થાનના કાળા વર્ણની અપેક્ષાએ બે ભેદ છે. સમુચ્ચય આદેશ અને વિધાનાદેશ.
સમુચ્ચય આદેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ યાવત કલ્યજ છે.