________________
છ છવદ્રવ્ય ભગવતી શ. ૨૫ ઉ ૨
પs મહાવીર ઃ હે ગૌતમ! દ્રવ્ય બે પ્રકારનાં છેઃ છવંદ્રવ્ય અને અજીબ દ્રવ્ય.
ગૌતમ? હે ભગવન્! અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનાં છે? : -
મહાવીર ઃ હે ગૌતમ! બે પ્રકારનાં છે? રૂપી અંજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય.
ગૌતમ : હે ભગવન ! રૂપી અજીવ દ્રવ્યના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે ગૌતમ! ચાર ભેદ છે? કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ પુલ.
ગૌતમ? હે ભગવન્! અરૂપી અજીવ દ્રવ્યના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે ગૌતમ! દસ ભેદ છે? ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ; આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ અધૂમસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ અને દસમો કાળ દ્રવ્ય.
ગૌતમ? હે ભગવન! રૂપી અજીવ દ્રવ્ય સંખ્યાત છે, અસંગ ખ્યાત છે કે અનંત છે?
મહાવીર : હે ગતમ! સંખ્યાત નહિ, અસંખ્યાત નહિ, પરંતુ અનંત છે.
ગૌતમ? હે ભગવન ! એનું શું કારણ છે?
મહાવીરઃ હે ગૌતમ! પરમાણુ યુગલ અનંત છે, બે પ્રદેશી કંધ અનંત છે યાવત્ દસ પ્રદેશ સ્કંધ અનંત છે. સંખ્યાત પ્રદેશી કંધ અનંત છે. અસંખ્યાત પ્રદેશી સ્કંધ અનંત છે. અનંત પ્રદેશી કંધ અનંત છે. આ કારણથી રૂપી અજીવ દ્રવ્ય અનંત છે. -
ગૌતમ : હે ભગવન્! જીવ દ્રવ્ય સખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
મહાવીર : હે ગૌતમ! જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે..