SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવત ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ ! ત્રીસ કહી છે! પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ મ્યુકવર્ષ, પાંચ દેવકુ અને પાંચ ઉત્તરકુર ગૌતમ? હે ભવન ! એ ત્રીસ અકર્મભૂમિઓમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળ છે? મહાવીરઃ હે ગૌતમ! નથી. ગૌતમઃ હે ભગવન્! પાંચ ભારતમાં અને પાંચ ઐરવામાં ઉત્સર્પિણ અને અવસર્પિણીરૂપ કાળ છે? મહાવીરઃ હે ગૌતમ! છે. ગૌતમ: હે ભગવન ! પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ છે? મહાવીર : નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! ત્યાં એકરૂપે અવસ્થિત કાળ કહ્યો છે. - ગૌતમ હે ભગવન્! એ પાંચ મહાવિદેહમાં અરહંત ભગ- 2 વાને પાંચ મહાવ્રતવાળા અને પ્રતિકમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે.? મહાવીરઃ હે ગૌતમ! પાંચ ભારતમાં અને પાંચ ઐરવતેમાં પહેલા અને છેલ્લા એ બે અરહંત ભગવંત પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે, બાકીના અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે; વળી, પાંચ મહાવિદેહમાં પણ અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે. તમ: હે ભગવન! જંબુદ્વિપ નામે દ્વિીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરે થયા છે ? મહાવીરઃ હે ગૌતમ! વીસ તીર્થ કરે થયા છેઃ અષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, શશી-ચંદ્રપ્રભ, પુષ્પદંત-સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાન.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy