SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ 1 , કર્મ અને અકસ્મૃમિ ભગવતી શ-ર૦. ઉ–૯ ગૌતમ : હે ભગવન ! એ ર૪ તીર્થકરેના ૨૩ જિનાંતરમાં કયા જિનના અંતરમાં કાલિક @ શ્રુત વિચ્છેદ કહ્યો છે ? જ મહાવીર : હે ગૌતમ! એ ૨૩ જિનાંતરમાં પહેલાં એને છેલ્લાં આઠ આઠ જિનાંતરમાં કલિકશ્રુતને અવિચ્છેદ કર્યો છે, અને વચલાં સાત જિનતરમાં કાલિકબુતને વિચ્છેદ કહ્યો છે. દષ્ટિવાદને વિર છે તે બધાંય જિનાંતરમાં કહ્યો છે. ગૌતમ : હે ભગવન ! જંબુદ્ધીષ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રુત કેટલા કાળ સુધી રહેશે ? મહાવીરઃ હે ગૌતમ! એક હજાર વર્ષ સુધી રહેશે. **** તમ: હે ભગવન ! બાકી બધા તીર્થકરનું પૂર્વાગત્ શ્રત કેટલા કાળ સુધી રહ્યું હતું ? મહાવીર: હે ગૌતમ! કેટલાક તીર્થકરનું સંખ્યાતા કાળ અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાત કાળ સુધી. - ગૌતમ: હે ભગવન ! જંબુદ્વિપ નામે દ્વીપના ભારત વર્ષમાં - આ અવસર્પિણ કાળમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે મહાવીર : હે ગતમ! એકવીસ હજાર વર્ષ સુધી રહેશે. તમ: હે ભગવન ! તેવી રીતે ભાવિ તીર્થકરમાંના છેલ્લાં તીર્થકરનું તીર્થ કેટલા કાળ સુધી રહેશે ? @ જે સૂત્રનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પહેરમાં થઈ શકે છે તેને કાલિક્યુત કહેવાય છે. જેવી રીતે આચારાંગ આદિ ૨૩ સૂત્ર (૧૧ અંગસૂત્ર ૫ નિરયાવલિકા, ૪ છેદ સૂત્ર, જબુદ્વીપપ્રાપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ઉત્તરાધ્યયન) જે સૂત્રને સ્વાધ્યાય બધા સમયે (અવાધ્યાયના સમયને છેડીને) થઈ શકે છે તેને ઉકાલિક સૂત્ર કહે છે. જેમકે દશવૈકાલિક આદિ ૯ સૂત્ર (ઉવવાઈ રાયપ્રશનીય, જીવાભિગમ, પન્નવણા, દશવૈકાલિક, નન્દીવ, અનુગદ્વાર સ.. પ્રજ્ઞપ્તિ, આવશ્યક સૂત્ર) - ' , ',
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy