________________
૪૨૨
શ્રી ભગવતી ઉપકમ
લઈ મિથ્યાદર્શનશલ્ય સુધી ૧૮ પાપ, પાંચ અસમિતિ, ત્રણ અગુપ્તિ આદિ અનેક નામ છે.
ગૌતમ: હે ભગવદ્ ! આકાશાસ્તિકાયનાં કેટલા નામ છે?
મહાવીર : હે ગૌતમ ! આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહાય, વિચિ, વિવર, અંબર, અંબરસ (અંબ જળરૂપી રસ જેનાથી પ્રાપ્ત થાય) છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અ૮, વ્ય, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાન્તર અગમ, સ્ફટિક, (સ્વચ્છ), અનંત આદિ અનેક નામ છે.
ગૌતમ: હે ભગવન ! જીવાસ્તિકાયનાં કેટલાં નામ છે?
મહાવીરઃ હે ગૌતમ! જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્ત્વ. વિજ્ઞ, ચેતા, (પુદ્ગલેને સંચય કરવાવાળા), જેતા (કર્મરૂપ શત્રુને જીતવાવાળા), આત્મા, રંગણું (રાગયુક્ત) ગમન કરવાવાળા, પુદ્ગલ, માનવ, કર્તા વિક્ત, જગત્ (ગમનશીલ) જંતુ, નિ (ઉત્પાદક) સ્વયંભૂતિ, શરીરી, નાયક, અંતરાત્મા આદિ અનેક નામ છે.
ગૌતમ : હે ભગવન્! મુદ્દગલાસ્તિકાયનાં કેટલાં નામ છે?
મહાવીરઃ હે ગૌતમ! પુદગલ, પુદ્ગલાસ્તિકાય, પરમાણુ, બે પ્રદેશથી માંડી અનંતપ્રદેશી આદિ અનેક નામ છે.
ગૌતમ ઃ અહે ભગવન્! પ્રાણાતિપાત આદિ શેમાં પરિણમે છે.
મહાવીરઃ હે ગૌતમ! પ્રાણાતિપાત આદિ ૧૮ પાપ તથા ૧૮ પાપોના વિરમણ ઔત્પાતિકી આદિ ચાર બુદ્ધિ, અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ, નારકીપણું, અસુરકુમારપણું યાવત્ વૈમાનિકપણું, જ્ઞાનાવરણીય આદિ ૮ કર્મ, કૃષ્ણલેશ્યા આદિ છ લેશ્યા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, મિશ્રદષ્ટિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન, આમિનિબેધિક જ્ઞાન થાવત્ વિર્ભાગજ્ઞાન, આહાર સંજ્ઞા આદિ ૪ સંજ્ઞા, દારિક આદિ પાંચ શરીર, એગ ત્રણ, સાકાર ઉપયોગ, નિરાકાર ઉપગ આદિ તથા તેના