________________
છ દ્રવ્ય ભગવતી શ-૨૦, ઉ–.
૪૨૧
અધર્માસ્તિકાય, કાકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયનું કહી દેવું.
ગૌતમ: હે ભગવન ! ધર્માસ્તિકાય અધોલેકને કેટલા સ્પર્શે છે?
મહાવીર: હે ગૌતમ ! અર્ધા ઝાઝેરા. ૮૭ રાજુથી કંઈક અધિક) પશે છે. બીજા શતકમાં કહ્યું છે તે પ્રમાણે, સર્વ અધિકાર અહીં કહી દેવા.
ગૌતમ : હે ભગવન ! ઈષ~ામ્ભારા પૃથ્વી (સિદ્ધશિલા) કાકાશના સંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે અસંખ્યાત ભાગ વગેરેને સ્પર્શે છે?
મહાવીર : હે ગૌતમ ! સંખ્યાતમા ભાગને સ્પર્શતા નથી પરંતુ અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. બહુ અસંખ્યાતમા ભાગને સ્પર્શતા નથી, બહુ સંખ્યામા ભાગે સ્પર્શતા નથી. સર્વ લેકને સ્પર્શતા નથી.
ગૌતમ? હે ભગવન! ધર્માસ્તિકાય નાઅભિવચન (પર્યાયવાચી શબ્દ D) કેટલા છે?
મહાવીરઃ હે ગૌતમ! અનેક છે, જેમકે ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિરમણ (૧૮ “પાપનું વિરમણ) પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ અનેક નામ છે.
ગૌતમ ઃ હે ભગવન ! અધર્માસ્તિકાયનાં કેટલા નામ છે? મહાવીરઃ હે ગૌતમ! અધર્મ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાતથી
D અહીંયાં પ્રશ્ન કર્યો છે કે, “ધમસ્તિકાય ” શબ્દ દ્વારા કહેવાવાળા અર્થવાચક કેટલા શબ્દ છે ? એનો ઉત્તર એ છે કે, ધર્માસ્તિકાય શબ્દના પ્રતિપાદ બે અર્થ છે: ધર્માસ્તિકાય દ્રશ્ય તથા સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ ધમ સ્તિકાય દ્રવ્ય પ્રતિપાદક અને સામાન્ય ધર્મ પ્રતિપાદક “ધર્મ' શબ્દ છે. * પ્રાણાતિપાત વિરમણ આદિ શબ્દ વિશેષ ધર્મ પ્રતિપાદક છે? એ સિવાય સામાન્ય રૂપથી અથવા વિશેષ રૂપથી ચારિત્ર ધર્મનું પ્રતિપાદક જે શબ્દ છે તે સર્વ ધર્માસ્તિકાયના અભિવાચન (પર્યાયવાચી) શબ્દ કહ્યા છે. એ રીતે અધર્માસ્તિકાયના વિષયમાં પણ સમજવું.