SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શ્રી ભગવતી પામ જ્યારે વાસુદેવને જીવ ગર્ભમાં આવે છે ત્યારે વાસુદેવની માતાને આ ૧૪ મહાસ્વપ્નમાંથી ૭ સ્વપ્ન દેખાય છે જયારે બળદેવને જીવ ગર્ભમાં આવે છે ત્યારે બળદેવની માતાને આ ૧૪ મહાસ્વપ્નમાંથી ૪ સ્વપ્ન દેખાય છે. જ્યારે માંડલિક રાજાને જીવ ગર્ભમાં આવે છે ત્યારે માંડલિક રાજાની માતાને આ ૧૪ મહાવપ્નમાંથી કઈ એક સ્વપ્ન દેખાય છે. એ રીતે ભાવિતાત્મા અણગારની માતાને પણ આ મહાસ્વમોમાંથી કેઇ એક સ્વને દેખાય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છઘરથ અવસ્થાની + અંતિમ રાત્રિના પાછલા પહેરમાં આ દસ સ્વપ્ન દેખીને જાગૃત થયા. ૧. પહેલા સ્વપ્નમાં ભગવાને જોયું કે એક ભયંકર, વિશાળ શરીરવાળા અને તેજસ્વી રૂપવાળા તથા તાડવૃક્ષ સમાન લાંબા પિશાચને પરાજિત કર્યો. એનું એ ફળ થયું કે, ભગવાન મહાવીર સ્વામીએ મોહનીય કર્મને સમૂળગો નાશ કર્યો. ૨. બીજા સ્વપ્નમાં સફેદ પાંખવાળા પુસ્કોકિલ (પુરુષ-જાતિને કોયલ)ને જે. એનું ફળ એ થયું કે, ભગવાન મહાવીર સ્વામીએ શીવ્ર શુકલધ્યાન પ્રાપ્ત કર્યું. - ૩. ત્રીજા સ્વપ્નમાં ભગવાને વિચિત્ર રંગેના પાંખવાળી કોયલને જોઈ. એનું એ ફળ થયું કે, ભગવાને વિવિધ વિચારયુકત સ્વસિદ્ધાંત પસિદ્ધાંતને બતાવતી દ્વાદશાંગી વાણી પ્રરૂપી. * શ્રી ભગવતી સૂત્રના મૂળ પાઠમાં એ શબ્દ છે-“અંતિમ રાઈહંસિ'. આ શબ્દનો અર્થ કે પ્રતોમાં આ પ્રકારે છે કે-છસ્થ અવસ્થાની અંતિમ રાત્રિમાં આ સ્વપ્ન જોયાં હતાં. અર્થાત જે રાત્રિમાં સ્વપ્ન જોયાં હતાં એની પછી એ દિવસે ભગવાન મહાવીર સ્વામીને કેવળરાન થઈ ગયું હતું. કેઈક પ્રતમાં એ અર્થ કર્યા છે કે, “અંતિમ રાઈર્યાસિ” અર્થાત રાત્રિના અંતિમ ભાગમાં અર્થાત પાછલા પહેરમાં. અહીં પર કોઈ રાત્રિ વિશેપનો નિર્દેશ કર્યો નથી. એનાથી એ સ્પષ્ટ થતું નથી કે રવન દેખાયાના કેટલા સમય બાદ ભગવાનને કેવળજ્ઞાન થયું હતું (તત્ત્વ કેવળી ગમ્ય).
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy