SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન ભગવતી શ-૧૬. - ૬. છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રમાને મોઢામાં પ્રવેશતે જુએ છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે ચંદ્રમા આખેને આનંદ ઉપજાવે છે એ પ્રકારે તીર્થકર ભગવાન ભવ્ય જીને આનંદ ઉપજાવવાવાળા છે. ૭. સાતમા સ્વપ્નમાં સૂર્યને મોઢામાં પ્રવેશતે દેખે છે. એનું ફળ એ છે કે, જે રીતે સૂર્ય પિતાના તેજથી દિપાયમાન છે એ રીતે તીર્થકર ભગવાન પિતાનાં તપ તેજથી દિપાયમાન છે. ૮. આઠમા સ્વપ્નમાં ચિસહિત મહેન્દ્ર ધજા દેખાય છે. એનું ફળ એ છે કે, તીર્થકર ભગવાનની ઉપર ત્રણ છત્ર હોય છે. ૯, નવમા સ્વપ્નમાં કુંભ-કળશ પૂરે ભરેલ દેખે છે. એનું ફળ એ છે કે, તીર્થકર ભગવાન ગુણેથી પરિપૂર્ણ હોય છે. ૧૦. દસમા સ્વપ્નમાં પદ્મસરેવર દેખે છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે પદ્મસરોવરને પક્ષી આદિ સેવે છે એ પ્રકારે દેવતા આદિ તીર્થકર ભગવાનની સેવા કરે છે. ૧૧. અગિયારમા સ્વપ્નમાં ક્ષીર સમુદ્રને દેખે છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે સમુદ્ર ગંભીર છે એ પ્રકારે તીર્થકર ભગવાન ગંભીર હેય છે. ૧૨. બારમા સ્વપ્નમાં ભવન કે વિમાનને પિતાની ચારે તરફ પ્રદક્ષિણા કરતાં જુએ છે. એનું ફળ એ છે કે, તીર્થકર ભગવાન અનેક દેવીદેવતાઓના પૂજનીય હોય છે. ૧૩. તેરમા સ્વપ્નમાં રત્નની રાશિ દેખે છે. એનું ફળ એ છે. કે, તીર્થકર ભગવાન જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપી રત્નત્રયથી યુક્ત હોય છે. ૧૪. ચૌદમા રખમાં અગ્નિશિખા દેખે છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે અગ્નિ તેજસહિત હોય છે. એ પ્રકારે તીર્થકર ભગવાન તપ-તેજ સહિત હોય છે. જ્યારે ચક્રવર્તીને જીવ ગર્ભમાં આવે છે ત્યારે ચક્રવતીની માતાને પણ આ ૧૪ મહાસ્વપ્ન દેખાય છે, પરંતુ તે કંઈક અસ્પષ્ટ દેખાય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy