________________
શ્રી ભગવતા ઉપક્રમ
મહાવીર : હૈ ગૌતમ ! સ્વપ્ન ૭ર પ્રકારનાં છે. એમાં ૪૨ સામાન્ય સ્વપ્ન છે. જે સામાન્યફળ દેવાવાળાં છે અને ૩૦ મહાસ્વપ્ન છે, જે મહાફળ દેવાવાળાં છે.
૩૫૦
જ્યારે તી કર મહારાજાના જીવ ગર્ભ માં આવે છે ત્યારે તીથ’કર મહારાજની માતા ૩૦ મહાસ્વપ્નમાંથી આ ૧૪ મહાસ્વપ્ન જોઇને જાગે છે—જાગૃત થાય છે. (૧) ગજ-હાથી, (૨) વૃષભ-ખળદ, (૩) સિંહ, (૪) લક્ષ્મી દેવતા (૫) ફૂલેાની માળા, (૬) ચંદ્રમા, (૭) સૂર્ય, (૮) મહેન્દ્ર ધજા, (૯) કુંભ–કળશ, (૧૦) પદ્મ સરાવર, (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨)
ભવન કે વિમાન, (૧૩) રત્નરાશિ (૧૪) અગ્નિશિખા. તી કર ભગવાનની માતા આ ૧૪ સ્વપ્નાં દેખે છે. એનું ફળ આ છે:
૧. પહેલા સ્વપ્નમાં હાથીને પેાતાના માઢામાં પ્રવેશ કરતા જુએ છે એનું ફળ એ છે કે, જે રીતે હાથી સંગ્રામમાં શત્રુસેનાના નાશ કરે છે એવી રીતે તીથ કર ભગવાન કરૂપી શત્રુઓના નાશ કરે છે.
૨. બીજા સ્વપ્નમાં ખળદને પેાતાના મોઢામાં પ્રવેશ કરતા જુએ છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે બળદ ભાર વહન કરે છે એ રીતે તીર્થંકર ભગવાન સંયમરૂપી ભાર વહન કરે છે.
૩. ત્રીજા સ્વપ્નમાં સહુને માઢામાં પ્રવેશ કરતા દેખે છે. એનું મૂળ એ છે કે, જે પ્રકારે સિ’હુથી ડરીને હાથી આદિ પ્રાણી નાસી જાય છે એ પ્રકારે તીથકર ભગવાનથી ડરીને પાખંડી ભાગી જાય છે, ૪. ચોથા સ્વપ્નમાં લક્ષ્મીને પેાતાને ઘેર ગીત ગાતી જુએ છે. એનું ફળ એ છે કે, તીર્થંકર ભગવાન કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી સહિત હાય છે.
૫. પાંચમા સ્વપ્નમાં ફૂલેાની માળા દેખે છે. એનું ફળ એ છે કે, જે પ્રકારે ફૂલેાની માળાની સુગંધ દસે દિશાઓમાં ફેલાય છે એ રીતે તીર્થંકર ભગવાનને યશ-કીતિ દસે દિશાઓમાં ફેલાય છે.
જો તીથ ંકર મહારાજાના જીવ અથવા ચક્રવતી નેા જીવ નરકથી નીકળીને આવે છે તે! એની માતા ‘ ભવન ' દેખે છે અને જો દેવલાકમાંથી આવે છે તે વિમાન દેખે છે.