________________
૩૪.
શ્રી ભગવતી ઉ૫મ
અધિકારણ પણ છે. આહારક શરીર પ્રમાદી સાધુને હોય છે. એટલે આહારક શરીર પ્રમાદની અપેક્ષાએ અધિકરણ પણ છે અને અધિકરણ પણ છે.
- શક્રેન્દ્રજી શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬. ઉ. ૨ ને અધિકાર
એક સમયે શક દેવેન્દ્ર દેવરાજા પિતાની અદ્ધિ પરિવાર સહિત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા. વંદણ નમસ્કાર કરીને કેન્દ્રજીએ પૂછયું :
શકેદ્રજીઃ હે ભગવન ! અવગ્રહ (સ્વામીપણુ) કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે શક! પાંચ પ્રકારના છે. (૧) દેવેન્દ્રનું સ્વામીપણું અથત દક્ષિણ લેકાદ્ધ પર કેન્દ્રજીનું સ્વામીપણું છે. ઉત્તર લેકાઈ પર ઈશાનેન્દ્રજીનું સ્વામીપણું છે (૨) રાજાનું સ્વામીપણું–જેમ ભરત આદિનું છ ખંડે ૨ ચક્રવતીનું સ્વામીપણું હોય છે. (૩) ગૃહપતિનું સ્વામીપણું–જેમ માંડલિક રાજાનું પિતાને આધીન દેશ ઉપર સ્વામીપણું છે. (૪) સાગરિક સ્વામીપણું-જેમ ગૃહસ્થનું પિતાના ઘર ઉપર સ્વામીપણું છે. (૫) સાધર્મિક સ્વામીપણું–સમાન ધર્મવાળા સાધુ પરસ્પર સાધર્મિક કહેવડાવે છે, એનું શુ પાંચ ગાઉ સુધી ક્ષેત્રમાં સાધર્મિક સ્વામીપણું હોય છે.
એ પછી કેન્દ્રજીએ કહ્યું કે ભગવાન ! જે શ્રમણ નિગ્રંથ વિચરે છે, એને હું આજથી સ્વામી પણાની આજ્ઞા (અધિકાર) આપું છું. એમ કહીને શક્રેન્દ્રજી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના નમસ્કાર કરીને પોતાના સ્થાને પાછા ચાલ્યા ગયા.
@ રા ગાઉ દક્ષિણ તરફ, આ ગાઉ ઉત્તર તરફ એ રીતે ૫ ગાઉ અથવા ૨ા ગાઉ પૂર્વ તરફ અને રા ગાઉ પશ્ચિમ તરફ એ રીતે ૫ ગાઉ.