________________
દેવતાના શસ્ત્ર ભગવતી શ–૧૪. ઉ-૩.
2૨૭
- મહાવીર : હે ગૌતમ ! જવાની શક્તિ તે નથી, પરંતુ સામેવાળા દેવ પ્રમાદમાં હોય તે ચાલ્યા જાય છે.
ગૌતમ હે ભગવન ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે કે પ્રહાર કર્યા વિના જાય છે?
મહાવીરઃ હે ગૌતમ ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે, પરંતુ શસ્ત્ર પ્રહાર કર્યા વિના જતા નથી.
ગૌતમ : હે ભગવન્પહેલાં શસ્ત્ર પ્રહાર કરીને પછી જાય છે કે પહેલાં જઈને પછી પ્રહાર કરે છે?
મહાવીર : હે ગૌતમ ! પહેલાં શસ્ત્રને પ્રહાર કરીને પછી જાય છે, પરંતુ પહેલાં જઈને પછી પ્રહાર કરે છે એવી વાત નથી.
ગૌતમ? હે ભગવન્! મહાદ્ધિવાળા દેવ અપઋદ્ધિવાળા દેત્રની વચ્ચે વચ્ચે થઈને જાય છે ?
મહાવીર : હે ગૌતમ ! જાય છે
ગૌતમ ! હે ભગવન્ ! શસ્ત્રને પ્રહાર કરીને જાય છે કે પ્રહાર કર્યા વિના જાય છે?
મહાવીર હે ગૌતમ! પ્રહાર કરીને પણ જઈ શકે છે અને પ્રહાર કર્યા વિના પણ જઈ શકે છે?
ગેનમ: હે ભગવન્! પહેલાં શસ્ત્રને પ્રહાર કરે છે ને પછી જાય છે કે પહેલાં જાય છે અને બાદમાં પ્રહાર કરે છે?
મહાવીર ઃ હે ગૌતમ ! ઋદ્ધિવાળા દેવતાની ઈચ્છા હોય તે પહેલાં પ્રહાર કરીને પછી જાય છે અથવા પહેલાં જઈ પછી પ્રહાર કરે છે.
એ રીતે ૧૩ દંડક દેવતાનું કહેવું. સમુચ્ચય દેવતા અને ૧૩ દંડક દેવતા એ ૧૪ માં ત્રણ ત્રણ <-અલાવા કહેવાથી ૪૨ અલાવા
< ૧ અલ્પઋદ્ધિવાળા મહાદ્ધિવાળા દેવ ૨ સમાનઋદ્ધિવાળા સમાનહિવાળા દેવ. મહાદ્ધિવાળા અલ્પઋદ્ધિવાળા દેવ–એ ૩ અલાવા થયા.