________________
૩૨૮
ભગવતી શ્યામ
થયા. એ ૪૨ અલાવા દેવતાના દેવતાની સાથે કહા. એ રીતે કર અલાવા દેવતાના દેવીની સાથે, ૪૨ અલાવા દેવીના દેવતાની સાથે અને ૪૨ અલાવા દેવીના દેવીની સાથે કહેવા. કુલ મળી ૧૮૨ (૧૪+૪+૪+૪૨+૨=૧૮૨) અલાવા થયા.
ગૌતમ : હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીને નેરિયા કયા પ્રકારે પુદ્ગલ પરિણામને અનુભવ કરે છે?
મહાવીર ઃ હે ગૌતમ! અનિષ્ટ યાવત્ અમનેણ પુદ્ગલ પરિણામને અનુભવ કરે છે. એ રીતે સાતમી નરક સુધી કહેવું. " શૈતમ : હે ભગવન ! નેરિયા કેટલા પ્રકારની વેદના વેદે છે?
મહાવીરઃ હે ગૌતમ ! @ દશ પ્રકારની અશુભ વેદના વેદે છે. એ વિસ્તાર શ્રી જીવાભિગમસૂત્રના નરક ઉદેશમાં કો એ રીતે જાણી લે.
ગૌતમ : હે ભગવન ! સાતમી નરકના નેરિયા કઈ રીતની પરિગ્રહ સંજ્ઞાના પરિણામને અનુભવ કરે છે? - મહાવીર : હે ગૌતમ! અનિષ્ટ યાવત્ અમનેણ પરિગ્રહ સંજ્ઞાના પરિણામને અનુભવ કરે છે.
@ નારકીના છેવની ૧૦ પ્રકારની વેદના. (૧) શીત–નરકમાં અત્યંત ઠંડી હોય છે. (૨) ઉષ્ણ-ગરમી. (૩) સુધા-ભૂખ (૪) પિપાસા–તરસ. (૫) કંડૂ-ખુજલી. (૬) પરતંત્રતા-પરવશતા. (૭) શ્ય-ડર~બીક. (૮) શક–ચિંતા અથવા દીનતા. (૯) જરા-ઘડપણ. (૧૦) વ્યાવિ-રોગ.
- ઉપરોક્ત ૧૦ વેદનાઓ નરકની અંદર અત્યંત અર્થાત ઉત્કૃષ્ટ રૂપથી હેય છે.