SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપામ ૌતમ : હે ભગવન્ ! નારકીના નેરિયાઓમાં ૧. @ સત્કાર, ૨ સન્માન, ૩ કૃતિકર્મ, ૪ અભ્યથાન, ૫ અંજલિકરણ, ૬ આસનાભિગ્રહ, ૭ આસનાનપ્રદાન ૮ સન્મુખ જવું, ૯ સેવા કરવી, ૧૦. મૂકવા જવું-એ વિનય છે? મહાવીરઃ હે ગૌતમ! નેરિયાઓમાં સત્કાર આદિ વિનય નથી. એ રીતે પાંચ સ્થાવર, ત્રણ વિકલૅટ્રિમાં કહેવું. તિર્યંચ પચંદ્રિયમાં આઠ પ્રકારને વિનય (આસનાભિગ્રહ અને આસનાનપ્રદાન એ બે છેડીને) હોય છે. મનુષ્ય અને ૧૩ દંડક દેવતામાં દશ પ્રકારના વિનય હોય છે. ગૌતમઃ હે ભગવન ! અલ્પઝદ્ધિવાળા દેવ મહાત્રાદ્ધિવાળા દેવ વચ્ચે વચ્ચે થઈને જાય છે? મહાવીરઃ હે ગૌતમ! જતા નથી. ગૌતમ હે ભગવન! સમાન અદ્ધિવાળા દેવ સમાનઋદ્ધિવાળા દેવ વચ્ચેવચ્ચે થઈને જાય છે? @૧ સત્કાર– વિનય કરવા યોગ્ય વ્યક્તિને વિનય કરો. ૨ સન્માન – યથાયોગ્ય સેવા કરવી. ૩ કૃતિકમ – વંદના કરવી. ૪ અભ્યત્થાન:- આદર કરવા યોગ્ય વ્યકિતને જોઇને આસન છોડી ઊભા થવું. ૫ અંજલિકરણ–બંને હાથ જોડવા. ૬ આસનાભિગ્રહ - બેસવા માટે આસનનું આમંત્રણ દેવું ૭ આસનાનપ્રદાન :- આસન લાવી પાથરવું. ૮ સન્મુખ જવું - આદર કરવા યોગ્ય પુરુષને આવતા જોઈ એની સામે જવું. ૯ સેવા કરવી :- બેઠા હોય તો તેની સેવા કરવી. ૧૦ મૂકવા જવું – ઊઠીને જાય તે થોડે દૂર સુધી પહોંચાડવા જવું.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy