________________
૩૫
आचार्य डंगर सिंहस्य सुगच्छ सूर्यम् ,
चारित्ररत्न जयमाणिकचन्द्र शिष्यम् । तेजस्विनं सुविमल गुणसागर तम् ,
श्री प्राणलाल गुरुराजमहं नमामि ॥१॥
ભાવાર્થ – આચાર્ય પ્રવર પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના સમુન્નત ગ૭માં દેદીપ્યમાન (તેજથી ઝળહળતા) સૂર્યના સમાન રત્નત્રય. (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ના પરમ આરાધક, ચારિત્ર ચૂડામણિ જયચંદ્રજી મહારાજ સાહેબના ગુરુભાઈ શ્રી તપસ્વી ચારિત્ર ચૂડામણિ માણેકચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય સંયમ અને તપના. તેજથી દેદીપ્યમાન ગુણોના સાગર શ્રી પ્રાણલાલજી મા સા. ગુરુદેવને હું ભક્તિ પૂર્વક વંદના કરું છું. ૧ ]
सज्ज्ञानदर्शन चारित्र पवित्र चित्तम् ।
__ सद्धर्म देशक वरं वरदं वरेण्यम् ॥ सौराष्ट्र केसरिपद दधत सुविज्ञम् ।
श्री प्राणलाल गुरुराजमहं नमामि ॥२॥
(ભાવાર્થ – સમ્યજ્ઞાન દર્શન ચારિત્રની સુવાસથી જેનું ચિત્ત સુવાસિત અને પવિત્ર બનેલ છે. જે સર્વાદિષ્ટ ધર્મને ઉપદેશ દેવામાં કુશળ છે, મુકિત માર્ગરૂપ વરદાન દેનાર મુનિઓમાં શ્રેષ્ઠ
સૌરાષ્ટ્ર કેસરી” પદના ધારક. મહાજ્ઞાની ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિ પૂર્વક વંદના કરું છું રા ]