________________
પ્રદેશસ્પર્શના ભગવતી શ-૧૩. ઉ-કે.
ઉઠ૭ કદાચ એક પ્રદેશ, કદાચ બે પ્રદેશ, કદાચ ત્રણ પ્રદેશ, યાવત્ કદાચ દશ પ્રદેશ અવગાહે છે. જ્યાં પગલાસ્તિકાયના સંખ્યાતા પ્રદેશ અવગાહે છે ત્યાં ધર્માસ્તિકાયના કદાચ એક પ્રદેશ, કદાચ બે પ્રદેશ યાવત્ કદાચ દશ પ્રદેશ યાવત્ સંખ્યાતા પ્રદેશ અવગાહે છે. જેમાં પુદ્ગલાસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશ અવગાહે છે ત્યાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ યાવત્ કદાચ કદાચ સંખ્યાતા. કદાચ અસંખ્યાતા પ્રદેશ અવગાહે છે. એ રીતે અનંત પ્રદેશ અવગાહ્ય નું પણ કહેવું.
ગૌતમ : હે ભગવન! કાળને એક સમય ધમસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ! એક પ્રદેશને અવગાહે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશારિતકાયનું પણ કહેવું
ગૌતમ: હે ભગવન ! કાળને એક સમય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીર : હે ગૌતમ! અનંત પ્રદેશને અવગાહે છે. એ રીતે પુલાસ્તિકાય અને કાળનું પણ કહેવું (અનંત પ્રદેશને અવગાહે છે).
સ્કંધથી પ્રદેશ અપેક્ષાએ – હે ભગવન! ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાડે છે?
મહાવીરઃ હે ગૌતમ! એક પણ અવગાહતા નથી.
ગામ : હે ભગવન ! ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીર ઃ હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશોને અવગાહે છે. એ રીતે આકાશાસ્તિકાયનું કહેવું.
ગૌતમ: હે ભગવન્! ધર્માસ્તિકાય જવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીર : હે ગૌતમ! અનંતા પ્રદેશને અવગાહે છે. એ રીતે પુદગલાસ્તિકાયનું અને કાળનું કહેવું (અનંતા પ્રદેશોને અવગાહ