________________
ગાંગેય અણગાર ભગવતી શ. ૯. ઉ, ૩૨.
૧૯૬
અને નિરંતર પણ ઊપજે છે. તે રીતે પાંચ સ્થાવર સિવાયના શેષ અઢાર દંડક કહી દેવા,
ગાંગેય : અહો ભગવદ્ ! શું પચે ય સ્થાવરના જીવ સાંતર ઊપજે છે કે નિરંતર ઊપજે છે?
મહાવીરઃ હે ગાંગેય! પાંચ સ્થાવરના જીવ સાંતર નથી ઊપજતા પણ નિરંતર ઊપજે છે.
ગૌતમ અહે ભગવન્! શું નારકીના નેરિયા સાંતર ઉદ્વર્તે છે? (નારકીથી નીકળી બીજી ગતિમાં જાય છે અથવા નિરંતર ઉદ્વતે છે?
મહાવીરઃ હે ગાંગેય ! સાંતર પણ ઉવતે છે અને નિરંતર પણ ઉદ્વર્તે છે. એવી રીતે પાંચ સ્થાવર સિવાય શેષ અઢાર દંડક પણ કહી દેવા. પરંતુ જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓમાં ઉદ્વર્તનને સ્થાને યવન શબ્દ બેલ.
ગાંગેય? અહા! ભગવન્! પાંચ સ્થાવરના જીવ સાંતર-ઉદ્વર્તી છે યા નિરંતર ?
મહાવીરઃ હે ગાંગેય! સાંતર નહીં પરંતુ નિરંતર ઉદ્વર્તે છે. ગાંગેયઃ અ ભગવદ્ ! ઉત્પત્તિના કેટલા ભેદ છે? . . .
મહાવીર : હે ગાંગેય! ઉત્પત્તિના ચાર પ્રકાર કહ્યા છે. (૧) નેરિયક ઉત્પત્તિ (૨) તિર્યની ઉત્પત્તિ (૩) મનુષ્ય ઉત્પત્તિ (૪) દેવ ઉત્પત્તિ.
ગાંગેય અહો ભગવદ્ ઐયિક ઉત્પત્તિના કેટલા લે છે?'
મહાવીરઃ હે ગાંગેય! નૈરિયક ઉત્પત્તિના સાત ભેદ કહ્યા છે. રત્નપ્રભા પૃથ્વી ઉત્પત્તિ યાવત્ તમતમાં પૃથ્વી ઉપત્તિ એવી રીતે તિની ઉત્પત્તિના પાંચ ભેદ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય. મનુષ્ય ઉત્પત્તિના બે ભેદ સંમૂછિમ અને ગર્મજ દેવ ઉત્પત્તિના ચાર ભે ભવનપતિ, વાણવ્યંતર, જોતિષી અને વૈમાનિક.