________________
શ્રી ભગવતી ઉપક્રમ - ગૌતમ? અહે ભગવન્! શું તે કેવળી ભગવાનના શિષ્યપ્રશિષ્ય પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઇને સર્વ દુઃખને અંત લાવશે? ; મહાવીરઃ હા. ગૌતમ! તે પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને
સર્વ દુઃખોને નાશ કરશે. - ગૌતમ: હે ભગવન! તે ઉર્વલોકમાં, અધોલકમાં કે તિચ્છલકમાં હોય છે ? - મહાવીરઃ હે ગૌતમ! તે ઉદ્ઘલેકમાં પણ હોય છે. અર્ધલેકમાં પણ હોય છે અને તિછલેકમાં પણ હોય છે. આ આખું વર્ણન “અચા ” કેવળીની માફક કહી દેવું. - ગૌતમ? અહો ભગવન ! તે કેવળી ભગવાન એક સમયમાં કેટલા સિદ્ધ થાય?
મહાવીરઃ હે ગૌતમ! જઘન્ય એક—બે-ત્રણ ઉત્કૃષ્ટ ૧૦૮ 'સિદ્ધ થાય છે.
ગાંગેય અણગારના ભાંગા શ્રી ભગવતી સૂત્ર શ. ૯. ઉ. ૩રને અધિકાર
ત્રેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીના શિષ્ય શ્રી ગાંગેય અણગારે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું કે,
ગાંગેય? હે ભગવન્! શું નારકીના નેરિયા નરકમાં ૮ સાંતર ઊપજે છે યા નિરંતર ઊપજે છે?
મહાવીરઃ હે ગાંગેય! નારકીને નેરિયા) સાંતર ઊપજે છે,
<જે જીવોની ઉત્પત્તિમાં સમય આદિ કાળનું અંતર (વ્યવધાન) હોય તેને “સાંતર' કહે છે અને જે જીવોની ઉત્પત્તિમાં સમય આદિ કાળનું અંતર (વ્યવધાન) ન હોય તેને “નિરંતર ' કહે છે.
વનરકમાં ઉત્પન્ન થવાવાળા જીવ બીજી ગતિથી આવતા રસ્તામાં (વાટે વહેતા થકા) નરકનું આયુષ્ય ભોગવે છે. એટલા માટે તેને નારકીને નેરિયા કહ્યા છે.