________________
દેશબંધ સર્વબંધ ભગવતી શ૮. ઉ–૯.
૧૫૯
અલ્પબવઃ સર્વથી થોડા વૈક્રિય શરીરના સર્વબંધ, તેથી દેશબંધક અસંખ્યાત ગુણા, તેથી અબંધક અનંતગુણા.
ગૌતમ? અહો ભગવદ્ ! આહારક શરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે?
મહાવીર : હે ગૌતમ ! ૯ બેલેથી બાંધે છે. આઠ તે ઔદારિક માફક કહી દેવા અને નવમે બેલ આહારક લબ્ધિ કહે. તથા આહારક શરીર-પ્રવેગ નામ કર્મના ઉદયથી આહારક શરીર-પ્રવેગ બંધ થાય છે.
ગૌતમઃ અહે ભગવન! આહારકશરીર કેટલાં સ્થાનમાં હોય છે ?
મહાવીરઃ હે ગૌતમ! બે સ્થાનમાં હોય છે. સમુચ્ચય જીવ અને મનુષ્યમાં.
તમઃ હે ભગવન્! ચાહારક શરીરના સર્વબંધ અને દેશબંધની સ્થિતિ કેટલી છે?
મહાવીરઃ હે ગૌતમ! સર્વબંધની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ એક સમયની, દેશબંધની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની.
ૌતમઃ અહે ભગવન્! આહારક શરીરના સર્વબંધ અને દેશબંધનું અંતર કેટલું છે ?
મહાવીર : હે ગૌતમ! આહારક શરીરના સર્વબંધ અને દેશબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ દેશ ઊણા (વેડા ઓછા) અર્ધ પુદગલ પરાવર્તનકાળનું.
અલ્પબદ્ધત્વ : સર્વથી ચેડા આહારક શરીરના સર્વબંધક, તેથી દેશબંધક સંખ્યાતગુણ, તેથી અબંધક અનંતગુણ.
ગૌતમ : અહ ભગવદ્ ! તેજસ કાર્મણ શરીર કયા કર્મના ઉદયથી બંધાય છે?
મહાવીર : હે ગૌતમ! સવાર્યતા, સગાતા, સદુદ્રવ્યતા યાવત્ આયુષ્ય એ આઠ બેલેથી તથા તેજસ કામણ શરીર પ્રયોગ નામકર્મને ઉદયથી તૈજસ કામણ શરીરને બંધ થાય છે.