________________
શ્રી ભગવતી ઉપમા - ગૌતમઃ અહો ભગવન્! વૈક્રિય શરીરના દેશબંધની સ્થિતિ કેટલી છે?
મહાવીરઃ હે ગૌતમ! સમુચ્ચય જીવમાં જઘન્ય એક સમયની. ઉત્કૃષ્ટ ૩૩ સાગરમાં એક સમય ઊણ. વાયુકાય તિર્યંચ પંચંદ્રિયના દેશબંધની સ્થિતિ જઘન્ય એક સમયની, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની. નારકી, દેવતાના વૈક્રિય શરીરના દેશબંધની સ્થિતિ જધન્ય ૧૦,૦૦૦ વર્ષમાં ત્રણ સમય ઊણી, ઉત્કૃષ્ટ ૩૩ સાગરમાં એક સમય ઊણી.
ગૌતમઃ અહે ભગવન્ ! વૈક્રિય શરીરના સર્વબંધ અને દેશબંધનું અંતર કેટલું?
મહાવીરઃ હે ગૌતમ! સમુચ્ચય જીવમાં જઘન્ય એક સમયનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિકાળ), વાયુકાયનું સકાય (પિતાની કાય યાને વાયુકાય) આશ્રી જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું (ક્ષેત્ર પલ્યોપમને અસંખ્યાતમે ભાગ). પરકાય (અન્યકાંય યાને વાયુકાયની સિવાય બીજી કાય) આશ્રી જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું. (વનસ્પતિકાળ) તિર્યંચ પંચેંદ્રિય અને મનુષ્યના સકાય આશ્રી સર્વબંધ અને દેશબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ પ્રત્યેક કેડ પૂર્વનું, પરકાય આશ્રી જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું. (વનરપતિકાળ) નારકી દેવતાનું સકાય આશ્રી અંતર નથી. પરકાય આશ્રી નારકીથી માંડીને આઠમા દેવલેક સુધી સર્વબંધનું અંતર જઘન્ય તિપિતાની સ્થિતિથી અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિકાળ). દેશબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિકાળ). નવમા દેવલેથી માંડીને નવ રૈવેયક સુધી સર્વબંધનું અંતર જઘન્ય પિતાપિતાની સ્થિતિથી પ્રત્યેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિ કાળ). દેશબંધનું અંતર જઘન્ય પ્રત્યેક વર્ષનું, ઉત્કૃષ્ટ અનંતકાળનું (વનસ્પતિ કાળ). ચાર અનુત્તર વિમાનના સર્વબંધનું અંતર જઘન્ય પિતપોતાની સ્થિતિથી પ્રત્યેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમનું. દેશબંધનું અંતર જઘન્ય* પ્રત્યેક વર્ષનું, ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમનું. સર્વબંધ અને દેશબંધનું અંતર નથી. • પ્રત્યેક વર્ષ એટલે બેથી નવ વર્ષ.