________________
એમણ-શ્રમણને ફળ ભગવતી શ. ૮ ઉ. ૬
૧૪ (૬૩) આલેચના વિષે ભગવતી શ. ૮ ઉ. ૬ને અધિકાર ગૌતમઃ હે ભગવન્! કેઈ નિર્ગથે ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો હોય ત્યાં તેનાથી કોઈ દેષ થઈ જાય. તે વખતે તેને મનમાં એમ થાય કે હું અહીંયાં જ આ કાર્યનું આલેચન (કબૂલાત) કરી પ્રાયશ્ચિત્તરૂપ તપને સ્વીકાર કરું ત્યાર પછી સ્થવિરે પાસે જઈ અને વિધિસર આલોચનાદિ કરીશ.” એમ વિચારી તે નિગ્રંથ સ્થવિરેની પાસે જવા નીકળે પણ ત્યાં પહોંચ્યા પહેલાં તે સ્થવિરો વાતાદિ દેષના પ્રકોપથી મૂક થઈ જાય અર્થાત્ પ્રાયશ્ચિત્ત ન આપી શકે, તે તે નિર્ચથ આરાધક છે કે વિરાધક ?
મહાવીર : હે ગૌતમ! તે આરાધક છે, વિરાધક નથી. તે પ્રમાણે પહોંચતા પહેલાં તે નિગ્રંથ જ મૂક થઈ જાય છે, તે સ્થવિરે મૃત્યુ પામે છે તે નિગ્રંથ મૃત્યુ પામે વગેરે પ્રસંગોમાં પણ તેમ જ જાણવું.
ગૌતમ: હે ભગવન્! એમ આપ શાથી કહે છે ?
મહાવીરઃ હે ગૌતમ! જેમ કોઈ પુરુષ ઉન વગેરેના બેત્રણ કે વધારે કકડા કરી, તેને અગ્નિમાં નાખે તે હે ગૌતમ! તે છેદતાં-છેરાયેલું, અગ્નિમાં નંખાતાં-નખાયેલું, કે બળતાં–બળેલું એમ કહેવાય છે કે નહિ?
ગૌતમ : હા ભગવદ્ ! તેમ કહેવાય.
મહાવીરઃ હે ગૌતમ! તે પ્રમાણે આરાધના માટે તૈયાર થયેલે તે નિગ્રંથ આરાધક છે, વિરાધક નથી.
(૬૪) શ્રમણ-શ્રમણને પ્રતિલાભનું ફલ
ગૌતમઃ હે ભગવન્! તથારૂપના શ્રમણને (જે સાધુવેશમાં છે, તથા જેની પ્રવૃત્તિ અને ગુણે પણ તદનુરુપ છે) પ્રાસુક અને એષણય આહાર પાણી આદિથી પ્રતિલાભિત કરતા શ્રાવકને શું લાભ પ્રાપ્ત થાય છે?