________________
૧૩૪
શ્રી ભગવતી ઉપક્રમ ગુણ [૩] તેથી મતિ અજ્ઞાનના પર્યાય અનંત ગુણ.
જ્ઞાન અજ્ઞાન બંનેની પર્યાયને સાથે અલ્પબહુવઃ [૧] સર્વથી ચેડા મન પર્યવજ્ઞાનના પર્યાય [૨] તેથી વિર્ભાગજ્ઞાનના પર્યાય અનંત ગુણ [૩] તેથી અવધિજ્ઞાનના પર્યાય અનંત ગુણ [૪] તેથી શ્રુતજ્ઞાનના પર્યાય અનંત ગુણું [૫] તેથી શ્રુત જ્ઞાનના પર્યાય વિશેષાધિક [૬] તેથી મતિઅજ્ઞાનના પર્યાય અનંત ગુણ [૭] તેથી મતિજ્ઞાનના પર્યાય વિશેવાધિક [૮] તેથી કેવળજ્ઞાનના પર્યાય અનંતગુણ.
પરિશિષ્ઠ જ્ઞાનવિષય દ્વાર પર વિશેષ નોંધ
આભિનિબંધિક જ્ઞાનને વિષય: દ્રવ્યથી ધમસ્તિકાયાદિદ્રવ્યને આશ્રયી. ક્ષેત્રથી-દ્રવ્યના આધારભૂત આકાશને–આશ્રયી, કાળથી દ્રવ્યના પર્યાયની અવસ્થિતિને આશ્રયી અને ભાવથી-ઔદયિકાદિ ભાવ અથવા દ્રવ્યના પર્યાને આશ્રયી ચાર પ્રકારને કહ્યું છે. તેમાં દ્રવ્યને આશ્રયી જે આમિનિબેધિક જ્ઞાન થાય છે, તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને આદેશથી એટલે કે સામાન્ય વિશેષરૂપ પ્રકારથી અથવા ઓઘથકી (સમુચ્ચયરૂપે) દ્રવ્ય માત્રરૂપે જાણે છે, પરંતુ તેમાં રહેલા સર્વ વિશેષની અપેક્ષાએ જાણતું નથી, અથવા આદેશ-શ્રુતજ્ઞાન જનિત સંસ્કાર વડે અપાય અને ધારણાની અપેક્ષાઓ જાણે છે. કેમકે અપાય અને ધારણું જ્ઞાન સ્વરૂપ છે અને અવગ્રહ ને ઈહાની અપેક્ષાએ જુએ છે. કારણ કે અવગ્રહ અને ઈહા દર્શનરૂપ છે. શ્રુતજ્ઞાન જન્ય સંસ્કાર વડે કાલેકરૂપ સર્વ ક્ષેત્રને જાણે છે. એ પ્રમાણે કાલથી સર્વ કાલને અને ભાવથી ઔદયિકાદિ પાંચ ભાવને જાણે છે.
શ્રુતજ્ઞાન વિષય : ઉપગ સહિત શ્રુતજ્ઞાની-સંપૂર્ણ દશપૂર્વધરાદિ શ્રુતકેવલી સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને જાણે છે, અને શ્રુતાનુસારી માનસ અચક્ષુદર્શન વડે અભિલાષ્ટ્ર (કથનગ્ય) દ્રવ્યને