SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ નવ દંડક ભગવતી શ–૮. ઉ–૧. (૫૮) નવ દંડક - શ્રી ભગવતી શ. ૮ ઉ. ૧ ને અધિકાર : - - તેનાં દ્વાર નવ :- (૧) નામ, (૨) ભેદ, (૩) શરીર, (૪) ઇયિક (૫) શરીરની ઇન્દ્રિય, (૬) વર્ણાદિ, (૭) શરીરના વર્ણાદિ, (૮) ઇબિના વર્ણાદિ, (૯) શરીરની ઈદ્રિયના વર્ણાદિકાર. પુદ્ગલ ત્રણ પ્રકારના છે. (૧) પ્રગસા (૨) મિશ્રસા, (૩) વિસસા. - (૧) જીવના ભેદ ૮૧ થાય છે. સ્થાવરના ૧૦ ભેદ (પાંચ સૂમ, પાંચ બાદર થાવર) ૩ વિકલૈંદ્રિય, ૭ નારકી, ૫ સંજ્ઞી તિર્યચ, ૫ અસંજ્ઞી તિર્યચ, ૧ ગર્ભજ મનુષ્ય, ૧ સમૂછિંમ મનુષ્ય, દેવતાના ૪ (૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ તિષી, ૧૨ દેવલેક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન=૪૯) સર્વ મળી ૮૧. .. - (૨) જીવના ૧૬૧ ભેદ-ઉપર ૮૧ ભેદ કહ્યા તેમાંથી સમૂછિંમે મનુષ્ય બાદ કરી બાકીના ૮૦ના પર્યાપ્તા અને અપર્યાપ્ત ૧૬૦, અને સમછિમ મનુષ્યને અપર્યાપ્યો. સર્વ મળીને ૧૬૧. . . . (૩) શરીર દ્વારમાં ૧૬૧ જીવના ભેદેના ૪૧ શરીર થાય છે. ઉપર કહેલા ૧૬૧ ભેદમાંથી ૧૫૪ ભેદોમાં (વાયુકાય, ગર્ભજ-મનુષ્ય તિર્યંચના પાંચ એ કુલ ૭ ભેદ બાદ થયા) એક એકને ૩-૩ શરીર લાભ. ૧૫૪૪૩=૪૬૨. વાયુકાયને તથા ગર્ભજ તિર્યંચના પાંચ ભેદમાં ૪ શરીર દક=૨૪ તથા ગર્ભજ મનુષ્યમાં ૫ શરીર છે. તે સર્વ મળીને ૪૯૧ શરીર થયા. * (૧) પ્રગસા : મન, વચન, કાયાદિ ૧૫ પ્રયોગ (ગ)થી છવ વડે ગ્રહણ થયેલા પુદગલ. જેમકે–જીવ સહિત શરીર આદિ. . (૨) મિશ્રસાઃ પ્રયોગ (ગ) અને સ્વભાવ એ બન્નેના સંબંધથી પરિણમેલા પુગેલે. જેમકે મૃત શરીર, વસ્ત્ર આદિ. (૩) વિસ્ત્રસા : સ્વભાવથી પરિણમેલા પુદગલ. જેમકે-વાદળ, તાપ, છાંયે આદિ : - ત્રણે પુદ્ગલોનું સામાન્ય વર્ણન કરતો દોહરઃ છવ ગ્રહ્યા તે પ્રયોગસા, મિશ્રા, જીવ રહિત; વિસ્ટસા હાથ આવે નહિ, ઝાની વચન તહત.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy