________________
૧૧૦
શ્રી ભગવતી ઉપક્રમ ચેપમાં, બેચર તેમ જ ગામ અને જંગલમાં ચાલતા જંગમ છે તથા બહુ પ્રકારનાં વૃક્ષ, ગુલ્મ, લતાઓ, વેલડીએ, ઘાસ, શેરડી, વગેરે, ઘરે વગેરે, શાલી વગેરે તથા પ્રવાહ અને અંકુરાદિ તૃણ વનસ્પતિઓ નાશ પામશે. વૈતાઢય (ભરત ક્ષેત્રના મધ્યમાં આવેલ કહેવાતે પર્વત. ચુલ્લ હિમવંત પર્વત ઉપરથી નીકળેલ ગંગા અને સિંધુ નદીઓ એ પર્વતની ગુફામાં થઈને દક્ષિણાર્ધ ભારતમાં દાખલ થાય છે.) સિવાયના પર્વતે, ડુંગરે, ધૂળનાં ઊંચાં સ્થળે તથા રજ વિનાની ભૂમિઓ નાશ પામશે. ગંગા અને સિંધુ સિવાય પાણીના ઝરાઓ, ખાડાઓ તથા દુર્ગમ અને વિષમ ભૂમિમાં રહેલાં ઊંચાં અને નીચાં સ્થળે સરખાં થશે.
તે વખતે ભારતવર્ષની ભૂમિ પણ અંગારા જેવી, છાણના અગ્નિ જેવી, ભસ્મીભૂત, તપી ગયેલ કડાયા જેવી અગ્નિ સરખી, બહુ રજવાળ, બહુ કીચડવાળી, બહુ સેવાળવાળી, ઘણુ કાદવવાળી અને પ્રાણીઓને ચાલવું મુશ્કેલ પડે તેવી થશે.
તે વખતે ભારત વર્ષના મનુષ્ય ખરાબ રૂપવાળા, ખરાબ વર્ણ વાળા, ખરાબ ગંધવાળા, દુષ્ટ રસવાળા. ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ અમનેશ, મનને ન ગમે તેવા, હીન સ્વરવાળા, દીન સ્વરવાળા, અનિષ્ટ વરવાળા, મનને ન ગમે તેવા સ્વરવાળા, જેના વચન અને જન્મ અગ્રાહ્ય છે એવા નિર્લજ, કૂડકપટ, કલહ, વધ, બંધ અને વૈરમાં આસક્ત; મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં મુખ્ય, અકાર્ય કરવામાં નિત્ય તત્પર, માતાપિતાદિને અવશ્ય કરવા યોગ્ય વિનયથી રહિત બેડોળ રૂપવાળાં, વધેલા નખ-કેશ-દાઢી-મૂછ અને રેમવાળાં, કાળાં, અત્યંત કઠોર, શ્યામવર્ણવાળાં, છૂટા કેશવાળાં, ધોળા કેશવાળાં, બહુ સ્નાયુથી બાંધેલ હેવાને લીધે દુર્દશનીય રૂપવાળાં, વાંકા અને કરચલીઓવાળા પ્રત્યેક અંગયુક્ત, વૃદ્ધાવસ્થાયુક્ત પુરુષ જેવા છૂટા અને સડી ગયેલા દાંતની શ્રેણીવાળાં, ભયંકર એ ડેક પાછળ ભાગ અને મુખવાળાં, વિષમ નેત્રવાળાં, વાંકી નાસિકાવાળાં, વાંકાં અને વલિઓથી વિકૃત થયેલાં, ભયંકર મુખવાળાં ખસ અને ખરજથી વ્યાસ, કઠણ અને તીર્ણ ન વડે ખજવાળવાથી