________________
દુષમાદુપમ કાળનું વર્ણન ભગવતી શ. ૭ ઉ.
૧૦૯ ' મહાવીરઃ હે ગૌતમ! જીવ ૧૨ પ્રકારથી અશાતા વેદનીય કર્મ બાંધે છે. એ રીતે ૨૪ દંડકમાં કહેલું.
(૫૪) દુષમા દુષમ કાળનું વર્ણન ગેમઃ હે ભગવન! જંબુદ્વિપ નામે દ્વીપમાં ભારતવર્ષને વિષે આ અવસર્પિણીમાં દુષમાદુષમકાલ અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે ભારતવર્ષને આકાર અને ભાવેને આવિર્ભાવ કેવે પ્રકારે થશે?
- મહાવીર ઃ હે ગૌતમ! હાહાભૂત (જે કાળે દુઃખી લોકો “હા, હા,” શબ્દ કરશે) ભંભાભૂત (જે કાળે દુઃખા પશુઓ ભાં, ભાં, શબ્દ કરશે) અને કેલાહલભૂત (જ્યારે દુઃખપીડિત પક્ષીઓ કેલાહલ કરશે) એ તે કાળ થશે. કાળના પ્રભાવથી ઘણું કઠેર, ધૂળથી મેલા, અસહ્ય, અનુચિત અને ભયંકર વાયુ, તેમ જ સંવર્તક વાયુ (ભમરિયા વાયુ) વાશે. આ કાળે વારંવાર ચારે બાજુએ ધૂળ ઊડતી હેવાથી મલિન અને અંધકાર વડે પ્રકાશરહિત દિશાઓ ધુમાડા જેવી ઝાંખી દેખાશે. કાળની રૂક્ષતાથી ચંદ્ર અધિક શીતળતા આપશે અને સૂર્ય અત્યંત તપશે. વળી, વારંવાર ઘણું ખરાબ રસવાળા, વિરુદ્ધ રસવાળા, ખારા ખાતર સમાન, (ખાટા) પાણીવાળા, અગ્નિની માફક દાહક પાણીવાળા, વીજળીયુક્ત, કરા વરસાવનારા કે પર્વત ભેદનારા અશનિમેઘ, વિષમેઘ તથા વ્યાધિ રોગ વેદના ઉત્પન્ન કરનાર પાણીવાળા અને મનને રુચે નહિ તેવા પાણીવાળા મેઘ તીક્ષણ ધારાઓ નાખતા પુષ્કળ વરસશે. તેથી ભારતવર્ષમાં ગામનગર વગેરે ઠેકાણે રહેલાં મનુષ્ય,
અશાતા વેદનીય કર્મ બાંધવાનાં ૧૨ કારણ
(૧) બીજા જીવોને દુઃખ દેવાથી (૨) શેક ઉપજાવવાથી (૩) ખેદ ઉપજાવવાથી (૪) પીડા પહોંચાડવાથી (૫) મારવાથી (૬) પરિતાપ ઉપજાવવાથી (૭–૧૨) બહુ પ્રાણભૂત છવ સને દુઃખ દેવાથી, શેક ઉપજાવવાથી, ખેદ ઉપજાવવાથી, પીડા પહોંચાડવાથી, મારવાથી, પરિતાપ ઉપજાવવાથી જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે.