________________
૧૧૧
દુષમાદુષમકાળનું વર્ણન ભગવતી શ૭. ઉ– વિકૃત થયેલાં, દરાજ, કોઢ અને કોળિયાવાળાં, ફાટી ગયેલ અને કઠોર ચામડીવાળાં, વિચિત્ર અંગવાળાં, ઉષ્ટ્રાદિના જેવી ગતિવાળાં, સાંધાના વિષમ બંધનવાળાં, યેગ્ય સ્થાને નહિ ગોઠવાયેલ તથા છૂટાં દેખાતાં હાડકવાળાં, દુર્બળ, ખરાબ બાંધાવાળાં, ખરાબ પ્રમાણવાળાં, ખરાબ આકૃતિવાળાં, ખરાબ રૂપવાળાં, ખરાબ સ્થાન અને આસનવાળાં, ખરાબ શય્યાવાળાં, ખરાબ ભેજનવાળાં, જેઓનું પ્રત્યેક અંગ અનેક વ્યાધિઓથી પીડિત છે તેવાં, ખલનાયુક્ત વિહવળ ગતિવાળાં, ઉત્સાહરહિત, સવરહિત, વિકૃત ચેષ્ટાવાળાં, તેજરહિત, વારંવાર શીત, ઉષ્ણુ અને કઠેર પવન વડે વ્યાપ્ત, જેઓનાં અંગ ધૂળ વડે મલિન અને ૨૪ વડે વ્યાપ્ત છે એવાં; બહુ ક્રોધ, માન અને માયાવાળાં, બહુ ભવાળાં, અશુભ દુઃખના ભાગી, ધર્મસંજ્ઞા અને સભ્યત્વથી ભ્રષ્ટ, વધારેમાં વધારે એક હાથ પ્રમાણ શરીરવાળાં, વધારેમાં વધારે ૧૬ અને વીસ વર્ષના આયુષ્યવાળાં, પુત્ર પૌત્રાદિ પરિવારમાં અત્યંત સ્નેહવાળાં (ઘણું પુત્રપિત્રાદિનું પાલન કરનારાં) બીજના જેવાં અને બીજમાત્ર એવા મનુષ્યોનાં ૭૨ કુટુંબે ગંગા અને સિંધુ એ બે મહા નદીઓ અને વૈતાઢય પર્વતને આશ્રય કરીને દરમાં રહેનારાં થશે.
ગૌતમ હે ભગવન ! તે મનુષ્યો કેવા પ્રકારને આહાર કરશે?
મહાવીરઃ હે ગૌતમ! તે કાળે અને તે સમયે મહાવિરતારવાળી ગંગા અને સિંધુ એ મહ નદીઓ રથની ધરી જેટલા ભાગમાં પણને વહેશે. તે પાણી ઘણું માછલાં અને કાચબા, વગેરેથી ભરેલું હશે, પણ તેમાં ઘણું પાણી નહિ હોય ત્યારે તે મનુ સૂર્ય ઊગ્યા પછી એક મુહૂતની અંદર સૂર્ય આથમ્યા પછી એક મુહૂતમાં પિતપોતાનાં દરેમાંથી બહાર નીકળશે અને માછલાં તથા કાચબા વગેરેને જમીનમાં દાટશે. પછી ટાઢ અને તડકા વડે બફાઈ ગયેલાં માછલાં અને કાચબા વગેરેથી તેઓ એકવીસ હજાર વર્ષ સુધી આજીવિકા કરતાં ત્યાં રહેશે.