________________
શ્રી ભગવતી ઉપક્રમ
કંપમાનનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ. અકપમાનનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું.
૧૨વર્ણાદિનું અંતરદ્વાર :- જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસર ખ્યાત કાળ.
૧૩. સૂક્ષમ-બાદરનું અંતરદ્વાર - જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ,
૧૪. શબ્દપણે, અશબ્દપણે પરિણતનું અંતરદ્વાર - શબ્દપણે પરિણતનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું, અશબ્દપણે પરિણતનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું.
૧૫. અલ્ય બહુ દ્વાર – સર્વથી થોડા ક્ષેત્રે સ્થાન, આયુ
*ક્ષેત્રસ્થાન આયુ અર્થાત ક્ષેત્રનો કાળ સર્વથી ઘેડો છે. તેથી અવગાહના સ્થાન આયુ અર્થાત અવગાહના કાળ અસંખ્યાત ગુણ છે. તેનું કારણ એ છે કે, કલ્પના કરો કે એક પ્રદેશી સ્કંધ એક પાંચ પ્રદેશી આકાશ ઉપર પાંચ પ્રદેશી અવગાહનાથી બેસે છે. ત્યાંથી ચલિત થઈને તે અન્યત્ર ગયો. એ પ્રમાણે તે સ્કંધ તે અવગાહનાથી અનેક સ્થાને ચલિત થતો ગયો. એટલે એ પ્રમાણે તેનું ક્ષેત્ર તે બદલાતું ગયું છે. પરંતુ અવગાહના બદલી નહિ અને લાંબા સમય સુધી તેમને તેમ રહી. તે માટે ક્ષેત્રની અપેક્ષા અવગાહનાનો કાળ અસંખ્યાત્ ગુણ છે.
. તે તે પ્રદેશ સ્કંધ પાંચ પ્રદેશી અવગાહનાને છોડી ચાર પ્રદેશી અવગાહનાથી અને કયાં તેથી થોડા કે વધારે અવગાહનાથી બેસી ગયો. તે તેનાથી તેની અવગાહનાને બદલે તે થયો, પરંતુ દ્રવ્ય બદલે થે નહિ. તે દ્રવ્ય વધારે સમય સુધી ત્યાં રહ્યો. માટે અવગાહનાથી દ્રવ્યનો કાળ અસંખ્યાતગુણ છે.
તે સે પ્રદેશ સ્કંધ વર્ણની અપેક્ષા ૧૦ ગુણ કાળો હતો. હવે ભલે તે પચાસ પ્રદેશી અથવા તેથી ઓછા કે વધારે દ્રવ્યવાળો થઈ ગયો, પરંતુ ૧૦ ગુણ કાળે તે એમને એમ રહ્યો. એટલે તેને દ્રવ્યનો તે બદલે થયું, પણ