________________
શ્રી ભગવતી ઉપક્રમ પરંતુ તે સૂત્ર કયા? તે તેને ઉત્તર એ છે કે યથાખ્યાત ચારિત્ર પાલનવિધિના સૂત્રે (નિય) સમજવા, તે સિવાય નહિ! (કારણ કે અહિ વિચાર ઈરિયાવહિ ક્રિયાને માટે કરવાને છે અને તે ક્રિયા ક્ષાયિક ચારિત્ર વિના હેય જ નહિ તે માટે) અર્થાત્ અણગારો જે યથાખ્યાત ચરિત્રની પાલન વિધિને અનુસારે અદકુત્ત પ્રવર્તે તે તેને ઈરિયાવહિ કિયા લાગે છે. અને જે તેથી વિરુદ્ધ પુત્ત એટલે કે ક્ષાયિક ચરિત્રને બદલે ક્ષયે પશમજન્ય ચરિત્રને અનુસાર પ્રવતે તે સાંપરાય ક્રિયા લાગે છે. કુત્ત ને અર્થ શ્રુતજ્ઞાનથી વિરૂદ્ધની પ્રવત કરે એમ નહિ પણ ક્ષાયિક ચારિત્રના નિયમથી વિરૂદ્ધનું પ્રવર્તે અર્થાત્ પ્રથમના ચાર ચરિત્રમાં પ્રવર્તે એ પ્રમાણે લેવાને છે.
અદાપુરં શબ્દ પછી વિમાનસ શબ્દ આવે છે તેને અર્થ સયંમ પાલનની જાગૃતિ. જાગૃતિ તેને જ રાખવાની હોય કે જેને કેવળજ્ઞાન પ્રાપ્ત નથી થયું તેને જ. ઈરિયાવહિ ક્રિયા સંભવી શકે, તેવા ૧૧-૧૨-૧૩ એ ત્રણ ગુણસ્થાનેમાં ૧૧-૧૨ ગુણસ્થાન કેવળજ્ઞાન પ્રાપ્તિ વગરના છે માટે ૧૧-૧૨ ગુણ સ્થાનને જ જાગૃતિની જરૂર છે. અર્થાત્ મિસ શબ્દથી ૧૩ મું ગુણસ્થાન બાદ થયું અને હવે બાકી ૧૧-૧૨ ગુણસ્થાન વતી જે અદકુત્ત ક્ષાયિક ચારિત્ર અનુસાર પ્રવતે તે તેને ઈરિયાવહિ કિયા લાગે. અને જે કહુરં તેનાથી વિરૂદ્ધ પ્રવતે અર્થાત્ પશમ જન્ય ચારિત્ર અનુસાર પ્રવર્તન કરવા માંડે તે સાંપરાય કિયા લાગે છે.
(૨૬) અણગારેની શક્તિ વિષે
ભગવતી શ. ૩. ઉ. ૪ને અધિકાર - ગૌતમઃ ભગવન ! સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરનારે મુનિ (અવધિજ્ઞાનાદિ શકિતઓ વડે) વૈક્રિય સમુદુઘાત વડે વિમાનરૂપે ગતિ કરતા દેવને જાણે કે જુએ?
$ જેના દ્વારા પરોક્ષ રહેલા પણ રૂપવાળા પદાર્થો વિસ્તારપૂર્વક દેખાય, તે અવધિજ્ઞાન, આ જ્ઞાન દેવને અને નારકીઓને જન્મથી જ હોય છે. મનુષ્ય અને તિર્યંચને તેનું પ્રતિબંધક કર્મ તપ વગેરેથી નાશ પામે ત્યારે પ્રાપ્ત થાય છે.