________________
અણગાર અને વૈક્રિય શક્તિ ભગવતી શ–3. ઉ–૪
મહાવીરઃ અવધિજ્ઞાનની શકિત કર્મના ક્ષપશમની વૈચિત્ર્યતાને લીધે વિચિત્ર હોય છે. જેમ કે કેટલાકને જે સ્થળે અવધિજ્ઞાન થયું હોય તે
સ્થળ છોડતાં તે જ્ઞાન પણ ચાલ્યું જાય છે. કેટલાકને બધે સ્થળે કાયમ રહે છે, કેટલાકને ધીમે ધીમે વધતું જાય છે. કેટલાકને વધ-ઘટ પામ્યા કરે છે, અને કેટલાકને સ્થિર રહે છે. તે મુજબ, કેટલાક તે દેવને જુએ, પણ વિમાનને ન જુએ, કેટલાક વિમાનને જુએ પણ દેવને ન જુએ, કેટલાક દેવ અને વિમાન બન્નેને જુએ તથા કઈ એ બેમાંથી એકેયને ન જુએ.
ગૌતમ? ભગવદ્ તે ભાવિત-આત્મા સાધુ ઝાડના અંદરના ભાગને જુએ કે બહારના ભાગને જુએ?
મહાવીરઃ કેઈ અંદરને ભાગ જુએ, કેઈ બહારને જુએ તથા કેઈ બન્નેને પણ જુએ (વગેરે....ઉપર મુજબ)
ગૌતમઃ ભગવન્! ભાવિત–આત્મા સાધુ વૈકિય શરીર ધારણ કરી વૈભાર પર્વતને ઓળંગી શકે ?
મહાવીરઃ હા. ગૌતમ! ઓળંગી શકે.
ગૌતમઃ ભગવદ્ ! તે સાધુ વૈકિય શક્તિ વડે જેટલાં રૂપે રાજગૃહનગરમાં છે તેટલાં બધાં રૂપે બનાવી, વૈભારપર્વતમાં પ્રવેશ કરી, તે સમ પર્વતને વિષમ કરી શકે ? કે તે વિષમ પર્વતને સમ કરી શકે ?
મહાવીરઃ હા. ગૌતમ ! કરી શકે.
(૨૭) ક્યા અણગારે વૈકિય શક્તિ ફેરવે
ગૌતમ : ભગવદ્ ! પ્રમત્ત મનુષ્ય વૈકિય શક્તિ (રૂપ બદલવાની શક્તિ)ને પ્રવેગ કરે કે અપ્રમત્ત?
મહાવીરઃ પ્રમત્ત મનુષ્ય જ તેમ કરે.
રાજગૃહથી અડધા ગાઉ જેટલું છે. પાંચ પહાડો આવેલા છે. તેમાંનો એક વિભારગિરી. બાકીના ચાર વિપુલગિરી, ઉદયગિરી, સુવર્ણગિરી અને રત્નગિરી.