________________
આયુષ્ય બંધ વિષે ભગવતી શ-૧. ઉ-૮. (૧૬) આયુષ્યબંધ વિષે અન્યતીર્થિકને પ્રશ્ન
શ્રી ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ને અધિકાર
પ્રશ્ન : હે ભગવાન્ ! અન્ય તીર્થિકે એમ કહે છે કે, એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છેઃ “આ ભવનું અને પરભવનું”. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે, તે સમયે પરભવનું કરે છે, અને જે સમયે પરભવનું કરે છે, ત્યારે આ ભવનું કરે છે. વળી, આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું કરે છે, અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેમ હોઈ શકે ?
ઉત્તર : હે ગૌતમ! તે લોકોનું કહેવું છેટું છે. હું એમ કહું છું કે, એક જીવ એક સમયે એક જ આયુષ્ય કરે છે. આ ભવનું અથવા પરભવનું.
(૧૭) ગુરુ, લધુ, ગુલધુ, અગુક્લ,
દ્વાર : (૧) દ્વીપ ૧ (૨) સમુદ્ર ૧ (૩) વાસાક્ષેત્ર ૧ (૪) દંડક ૨૪ (૫) અસ્તિકાય ૫, (૬) સમય ૧ (૭) કર્મ ૮ (૮) લેશ્યા ૧૨ (૯) દષ્ટિ ૩ (૧૦) દર્શન ૪ (૧૧) જ્ઞાન ૮ (પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાન) (૧૨) સંજ્ઞા ૪ (૧૩) શરીર ૫ (૧૪) ગ ૩ (૧૫) ઉપગ ૨ (૧૬) દ્રવ્ય ૧ (૧૭) પ્રદેશ ૧ (૧૮) પર્યાય ૧ (૧૯) અતીતકાળ ૧ (૨૦) અનાગતકાળ ૧ (૨૧) સર્વકાળ ૧ઃ એ બધા મળી ૮૮ બોલ થયા. તેમાં ૭ નરક, ૭ ઘનેદધિ, ૭ ઘનવાય, ૭ તનુવાય અને ૭ આકાશાન્તર
૧. મનુષ્ય મનુષ્યનું આયુષ્ય બાંધે તે આ ભવનું આયુષ્ય કહેવાય છે. મનુષ્ય અન્ય ગતિ (નારકી, તિર્યંચ ને દેવતા) નું આયુષ્ય બાંધે તે પરભવનું આયુષ્ય કહેવાય છે. અર્થાત સજાતીય આયુષ્યનો બંધ કરવો તે આ ભવનું આયુષ્ય બંધાયું તેમ કહેવાય. અને વિજાતીય ભવનું આયુષ્ય બાંધવું તે પરભવનું આયુષ્ય બંધાયું તેમ કહેવાય. અન્ય તીર્થિકોનો આ સ્થળે કહેવાનો આશય એ છે કે, મનુષ્ય જેવી રીતે આયુષ્ય કર્મ સિવાય ૭ કર્મ આ ભવનાં અને પરભવનાં બાંધી શકે છે તેવી જ રીતે આયુષ્ય કર્મ પણ આ ભવ અને પરભવ સંબંધી એક સાથે બે જન્મનું બાંધી શકે છે. તેમ, અન્ય તીથિકના કથન સામે ભગવાન કહે છે કે આયુકર્મ એક સાથે બે ભવનું બંધાતું નથી,