________________
અધ્યાત્મ સાર.
गलत्यज्ञानाने प्रसृमररुचावात्मनि विधौ । चिदानंदस्यंदः सहज इति तेन्योऽस्तु विरतिः ॥३॥
ભાવાર્થ-ઘણી કઠિનતાને ધારણ કરનારા આ સંસારના પ્રપંચે, કાષ્ટની પુતળીના સ્તનની પેઠે અતિ પ્રીતિદાયક લાગતા નથી. અજ્ઞાનરૂપી વાદળ વીખરાઈ જવાથી પ્રસરતી કાંતિવાળો આત્મા રૂપી ચંદ્ર પ્રકાશી રહ્યું છે, તેથી હવે સહજ ચિદાનંદને ઝરે પ્રાપ્ત થયે, માટે એ સંસારના પ્રપંચમાંથી વિરતિ હે. ૨૩
વિશેષાર્થ—–આ લેકથી આત્મજ્ઞાનને પ્રાપ્ત થયેલા તત્વ જ્ઞાનના વિચાર દર્શાવે છે. તેમાં તે જ્ઞાની પિતાના આત્માને વાદળા માંથી બહાર આવેલા ચંદ્રની ઉપમા આપે છે. જ્યારે વાદળામાંથી બહેર આવેલે ચંદ્ર પ્રગટ થાય છે, તે વખતે તેની કાંતિ ચારે તરફ પ્રસરી રહે છે. અને તેમાંથી પ્રગટ થતે આલ્હાદકારક અમૂતને ઝરે સુખદાયક થઈ પડે છે. તેવી રીતે જ્યારે અજ્ઞાન રૂપી વાદળાં દૂર થાય છે, ત્યારે આ જ્ઞાન રૂપી ચંદ્ર પિતાનાં કિરણે પ્રસારે છે, તેથી સહજ એવા ચિદાનંદ રૂપ અમૃત ઝરે પ્રગટ થાય છે. તે વખતે આ સંસારના પ્રપંચ વિરામ પામી જાય છે, તે પ્રપંચે પુતળીના સ્તનરૂપ કલશને મર્દન કરવાની જેમ આનંદ આપતા નથી. જો કે તેમાં કાઠિન્ય રહેલું છે, તે પણ તે કાઠિન્ય સ્ત્રીના સ્તનના જેવું રસદાયક નથી હેતુ, એથી એ વિરસ એવા ભવ પ્રપંચને સર્વથા ત્યાગ કરે જોઈએ. આત્મિક જ્ઞાન રૂપ ચંદ્રિદયથી સહજ ચિદાનંદ રસની શીતળતા એવી પ્રગટ થાય છે કે, જેથી વિષય તાપી પતિ દૂર થઈ જાય છે, ૨૩