________________
ભવ સ્વરૂપ ચિત્તા,
૨૯
ભાવાથ—પ્રિયાની વાણી, વીણા, શય્યા અને શરીરની ચ’પીનાં સુખાથી ‘ આ સંસાર અમૃતથી ઘડેલે છે એમ પ્રથમ બુદ્ધિ થઇ હતી. હવે જ્યારે તત્વજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે, અમેને એ સસાર ઉપર અકસ્માત્ પ્રીતિ ઉઠી ગઈ છે, અને હવે તે, સ્વાત્માને વિષે પ્રીતિ ઉત્પન્ન થઈ છે. ૨૨
વિશેષાં આ શ્લોકથી ગ્રંથકાર જેમને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા પુરૂષોના વિચાર દર્શાવે છે. તે કહે છે કે, પહેલાં આ સ’સારમાં પ્રિયાની વાણી સાંભળતા, વીણાના નાદ સાંભળતા, કેમલ શય્યામાં સુત્તા અને શરીરની ચંપી કરાવતા, તે વખતે અમાને જે સુખ ઉત્પન્ન થતું તે ઉપરથી અમેને એમ લાગતુ કે, આ સસાર અમૃતથીજ ઘડેલા છે; પરંતુ હવે જ્યારે અમાને તત્વ જ્ઞાન પ્રાપ્ત થયું, જ્યારે એ સ’સાર એવે વિષમ લાગે છે કે, તેની ઉંમર જરા પણ અમારી પ્રીતિ રહેતી નથી. હવેતેા સ્વાત્માને વિષે મીતિ રહે છે. તે ઉપરથી સમજવાનુ` કે, જ્યારે મનુષ્યને તત્વજ્ઞામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ સ’સારનાં સુખ તરફ તેને અભાવ ઉત્પન્ન થાય છે, અને આત્મિક સુખ તરફ પ્રીતિ ઉત્પન્ન થાય છે; કારણ *, સાંસારિક સુખની પ્રીતિ દુઃખદાયક છે, અને આત્મિક સુખની પ્રીતિ સુખકારક છે. ૨૨
અજ્ઞાનરૂપ વાદળાં દૂર થવાથી આત્મારૂપી ચદ્રની અંદર સહેજ ચિદાનન્દ પ્રગટ થાય છે.
दधानाः काठिन्यं निरवधिकमा विद्यकनवप्रपंचा: पांचाली कुचकल शचन्ना तिर तिदाः ।