________________
ભવ સ્વરૂપ ચિંતા. સ્વાધીન સુખને છોડી પરાધીન સુખની ઇચ્છા
કેણ કરે ? जवे या राज्यश्रीजतुरगगोसंग्रहकृता न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि । बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतयः ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम्॥श्व॥
ભાવાર્થ–હાથી, ઘેડા, અને પશુઓના સંગ્રહથી થયેલી સંસારની જે રાજ્ય લક્ષ્મી છે, તેવી જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લમી પિતાના મનમાં શું નથી? અર્થાત્ તેને જ મને નની રાજ્ય લક્ષમી જાણવી. જે બાહરની પ્રિયા છે, તેવી મનની અંદર આત્મ રતિ રૂપ પ્રિયાએ નથી શું? તેથી કયે પુરૂષ સ્વાધીન સુખને છોડી દે, અને પરાધીન સુખની ઈચ્છા કરે? ૨૪
વિશેષાર્થ–જે મનુષ્ય રાજ્ય લક્ષ્મીને વૈભવ અને પ્રિયા એની ઈચ્છા રાખે છે, તેઓ સ્વાધીન સુખને ત્યાગ કરી પરાધીન સુખની ઈચ્છા કરે છે, તેઓ ખરેખરા મૂર્ણ છે. જો મનુષ્ય હાથી, ઘેડા અને પશુઓના સંગ્રહ રૂ૫ રાજ્ય લક્ષમીની ઈચ્છા રાખતે હોય, તે તે નકામી છે, કારણ કે, તે રાજ્ય લક્ષ્મી દુઃખરૂપ અને નાશવંત છે, તેથી ઉત્તમ જીએ પિતાના મનની અંદર ઉત્પન્ન થયેલી જ્ઞાન, ધ્યાન અને પ્રશમની લક્ષ્મી ઈચ્છવી જોઈએ. અર્થાત્ જ્ઞાનરૂપી હાથી, ધ્યાન રૂપી ઘેડા અને પ્રશમ રૂપી પશુઓની રાજ્ય લક્ષ્મી હેય, તે સુખદાયક અને સ્થિર છે. મનુષ્ય બાહરની