________________
ભવ સ્વરૂપ ચિંતા.
૮૭
પુરૂષની મૈત્રી જેમ તેના મિત્રના હૃદયને બળે છે, રાજસભામાં પ્રગટ થયેલ અન્યાય જેમ તે સભાને શરમાવે છે, અને દગ્ધ કરે છે, જેમ વિધવા સ્ત્રીનું વન તેણીના હૃદયને બાળે છે, અને મૂર્ખ પતિ ઉપર જેમ સુંદર સ્ત્રીને પ્રેમ હદયને દગ્ધ કરે છે, તેવી જ રીતે તત્વષ્ટિ પુરૂષના હૃદયને આ સંસારની કીડાથી ઉત્પન્ન થયેલ લજજા દગ્ધ કરે છે, તેથી એ સંસારની કીડાને સર્વથા ત્યાગ કર એગ્ય છે. ૨૦
સાધુ પુરૂષોને તત્વજ્ઞાન થવાથી આ સંસારનું
મિથ્યા રૂપ સ્કુરે છે. प्रजाते संजाते भवति वितथा स्वापकाना विचंद्रज्ञानं वा तिमिर विरहे निर्मलदृशाम् । तथा मिथ्यारूपं स्फुरति विदिते तत्त्व विषये जवोऽयं साधूनामुपरतविकल्पःस्थिरधियाम् ॥ ११ ॥
ભાવાર્થ – જેમ પ્રભાત થવાથી સ્વમની રચના નિષ્ફળ થાય છે, અને નેત્રને તિમિર–રોગ દૂર થયા પછી નિર્મલ દષ્ટિ વાળા પુરૂષને જેમ બે ચંદ્ર દેખાવાનું જ્ઞાન થતું નથી, તેમ વિકપ રહિત સ્થિર, બુદ્ધિવાળા સાધુ પુરૂષોને તત્ત્વ વિષય જાણવા થી આ સંસાર મિથ્યા રૂપે કુરે છે. ૨૧
વિશેષાર્થ –હદયમાંથી સંકલ્પ-વિકલ્પ વિરામ પામવાથી સ્થિર બુદ્ધિવાળા થયેલા સાધુ પુરૂષને આ સંસાર મિથ્યા રૂપ ભાસે છે. સાધુ પુરૂષને એવું જે વિશેષણ આપવામાં આવ્યું છે, તેમાં