________________
ભવ સ્વરૂપ ચિંતા.
થાય છે, અને તેમને સારું પિષણ મળે છે, તેથી શુદ્ધ પરિણુતિને માતાની ઉપમા આપવામાં આવી છે. આ પ્રમાણે જે પ્રાણને આવું અંતરંગ કુટુંબ હોય છે, તેને આ સંસારનું કુટુંબ પ્રિય લાગતું નથી. અંતરમ આવું અંતરંગ કુટુંબ રહ્યા છતાં, જે પુરૂષ તેને જોઈ શકતા નથી, તે ખરેખર મૂખે છે. જે પુરૂષ આવા ઉત્તમ કુટુંબને જોતું નથી, અને ક્ષણિક એવા સોગમાં સુખની બુદ્ધિ રાખે છે, તે પુરૂષને માટે ઘણેજ અફસ થાય છે. કહેવાને આ શય એ છે કે, સુજ્ઞ મનુષ્ય, એ અંતરંગ કુટુંબને ઓળખી તેને આશ્રય કરે જઈએ, અને સાંસારિક કુટુંબ ઉપર સુખ બુદ્ધિ ન રાખવી જોઈએ. ૧૬
સંસારમાં કોઈ પણ ઠેકાણે સુખ નથી. पुरा प्रेमारंजे तदनु तदविच्छेदघटने तपुच्छेदे पुःखान्यथ कठिनचेता विषहते । विपाकादापाकाहितकलशवत्तापबहुनात् जनो यस्मिन्नस्मिन् कचिदपि सुखं हंत न नवे ॥१७॥
ભાવાર્થ–પ્રથમ પ્રેમના આરંભમાં એટલે પ્રેમ કરવામાં દુઃખ છે, તે પછી તે પ્રેમને વિચ્છેદ ન થાય, એટલે તેને જાળવી રાખવે, તેમાં દુઃખ છે, તેમ છતાં જે તે પ્રેમનું પાત્ર નાશ પામી જાય છે તેમાં પણ દુઃખ છે, આ પ્રમાણે મનુષ્ય કઠણ ચિત્તવાળો થઈ નીંભાડામાં ભારેલા કલશની જેમ ઘણું તાપવાળા એવા સંસાર રૂપી નીંભાડાનાં દુઃખ સહન કરે છે, તે સંસારમાં કઈ પણ ઠેકાણે સુખ નથી. ૧૭