________________
અધ્યાત્મ સાર.
કુટુંબનું વર્ણન કરી બહિરંગ કુટુંબ ઉપર સુખ માનનારા પ્રાણીને બોધ આપે છે. હે આતમા તું જે તારા શુદ્ધ સ્વરૂપને વિચાર કરીશ તે, તને જણાશે કે, જે આ બહિરંગ કુટુંબમાં હું સુખ બુદ્ધિ રાખું છું, તે મારી મૂર્ખતા છે. તારા શુદ્ધ આત્માનું કુટુંબ કેવું ઉત્તમ છે? એ કુટુંબમાં સુખ માની રહેનારા આત્માએ પરમ સુખના આનંદને અનુભવે છે. એ આતમ કુટુંબમાં સ્ત્રી, પુત્ર, પુત્રી, માતા અને પિતા પણ છે, અને એ તને સર્વ રીતે સુખ આપનારાં છે. એ અંતરંગ કુટુંબમાં તત્ત્વવિચારણા રૂપી પ્રિયાસ્ત્રી છે. જેમ પ્રિય વનિતા પિતાના સંદર્યથી પુરૂષને આનંદ આપે છે, તેમ તત્ત્વ વિચાર કરવાથી આત્માને આનંદ મળે છે. માટે તેને સ્ત્રીની ઉપમા આપી છે. તે અંતર ગ કુટુંબમાં વિનયરૂપી પુત્ર છે. કુટુંબને નાયક પુત્રના લાભ થી અતિ સુખમગ્ન થાય છે, તેમ જેનામાં વિનય હોય, તે સર્વ રીતે સુખી થાય છે, તેથી વિનયને પુત્રની ઉપમા આપેલી છે. કુટુંબને પુત્રી પણ પ્રિય હોય છે, તેમ અહિં ગુણ રતિ-ગુણે ઉપર રતિ-પ્રીતિ તેને પુત્રીનું રૂપક આપેલું છે. જેમ કુટુંબમાં પિતા શિરછત્ર કહેવાય છે, તેમ અંતરંગ કુટુંબમાં વિવેક રૂપી શિરછત્ર પિતા છે. જેને માથે પિતા હય, તે નિશ્ચિત રહી ફરે છે, તેમ જેનામાં વિવેક હોય, તે નિશ્ચિત રહી શકે છે, કારણ કે, શુભ -અશુભ, કાર્ય અકાર્ય, ગુણદોષ અને હેય-ઉપાદેય જાણવામાં વિવેકની જરૂર છે એવા વિવેકથી આ સંસારના સુખ દુઃખ, તે વિવેકવાળા મનુષ્યને ઉદ્વેગ કરતાં નથી. એ બધાં કારણેથી વિવેકને પિતાની ઉપમા ઘટે છે. તે અંતરંગ કુટુંબમાં પરિણતિ એ આતા છે. જેમ કુટુંબમાં સર્વની પાળક-ષિક અને સુખદાયક માતા છે, તેમ અંતરંગ કુટુંબમાં શુદ્ધ પરિણતિ માતા છે. શુદ્ધ પરિણતિથી ઉત્તર પ્રકારના આત્મિક ભાવે પ્રગટ