________________
ભવ સ્વરૂપ ચિંતા.
७७
પીડાથી ખેદ પામે છે, અને જ્યાં પ્રતિદિન કામદેવ રૂપી પસીનાને લઇનેગુણ રૂપી ચરખી ગ્લાનિપામે છે, એવા આ સ’સાર રૂપી ભયંકર ગ્રીષ્મૠતુમાં તાપને હરણ કરનારૂ શરણ શું છે? અર્થાત્ નથી. ૧૩
વિશેષા—ગ્રંથકાર આ શ્લેાથી આ સ'સારને ભયંકર ગ્રીષ્મૠતુની ઊપમા આપે છે. ગ્રીષ્મઋતુમાં જેમ સૂર્યના તાપથી સરોવર સુકાય છે, અને તેથી પ્રાણીએ તૃષાથી પીડાય છે, તેમ આ સંસાર રૂપી શ્રીષ્મૠતુમાં ક્રોધ રૂપી સૂર્યથી શમ રૂપ સરાવર સુકાય છે; એટલે વિષયની તૃષાથી પ્રાણીએ પીડાય છે. ક્રોધથી તાપ ઊત્પન્ન થાય છે, તેથી તેને સૂર્યની ઊપમા ઘટે છે. જ્યાં ક્રષ હાય છે, ત્યાં શમતા હાતી નથી, તેથી ક્રોધ રૂપી સૂર્યથી શમતા રૂપ સરેશવર સુકાવાનું કહેવું છે. જેમ ગ્રીષ્મઋતુમાં પસીનાથી શરીરની ચરખી ગ્લાનિ પામે છે, તેમ સસાર રૂપી ઊન્હાળામાં કામદેવ રૂપી પસીનાથી ગુણુ રૂપી ચરમી ગ્લાનિ પામે છે, જે પ્રાણીને કામ ઊત્પન્ન થાય છે, તે પ્રાણીના ગુણુ નાશ પામે છે, આ પ્રમાણે આ સ’સાર રૂપી ગ્રીષ્મૠતુમાં રહેનારાં પ્રાણીઓને તેના તાપને હરનારૂ શું શરણુ છે ? અર્થાત્ કાંઇ પણ શરણુ નથી. જે ભવી વાણી એ સ’સારના એવા સ્વરૂપને ઓળખી શકે તે, તેને તેનાથી દૂર રહી ધર્મને શરણે જવું જોઇએ. ધ શિવાય બીજું કાંઈ પણ તેને શરણુ નથી. ૧૩
આ સ‘સાર–સુખને કહેવાને કાણ રસિક થઇ શકે તેમ છે ?
पिता माता भ्राता प्यमित्र षित सिद्धाव निमतो गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् ।