________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ—અવલબનની ઈચ્છાના યોગને, અને પૂર્ણ આ ચારને નહીં સહન કરનારા, એટલે અવલંબન તથા પૂર્ણ આચારને અમે સહન કરી શક્તા નથી, તેથી અમે તે પરમ મુનિઓની ભકિત કરી, તેમની પદવીને અનુસરીએ છીએ. ૨૯ આત્મભાવનું વિવેચન અક્ષાના વિષયવાળું છે.
अल्पापि यत्र यतना निर्दना सा शुभानुबंधकर । प्रदान विषयं यत्तहिवेचनं चात्मभावानाम् ॥ ३० ॥
ભાવાર્થ જેમાં અલ્પ પણ યતના દંભ વગરની હોય, તે પુણ્યાનુબંધ કરનારી થાય છે, અને તે આત્મભાવનું વિવેચન છે, તે અજ્ઞાન ભરેલું છે. ૩૦ ' વિશેષાર્થ–જેમાં અલ્પ પણ યતના દંભ વગરની–કપટ વગરની હોય, તે પુણ્યાનુબંધ કરનારી થાય છે, એટલે દંભ વગરની યતના કરવાથી પુણ્ય બંધાય છે. અને તે સિવાય આત્મભાવનું જે વિવેચન છે, તે અજ્ઞાનથી ભરપૂર છે, એમ સમજવું. ૩૦
અમારા દર્શનને પક્ષ આ પ્રમાણે છે. सिकांत तदंगानां शास्त्राणां यः सुपरिचयः शक्त्या । परमालंबन भूतो दर्शनपकोऽयमस्माकम् ॥३१॥
ભાવાર્થ સિદ્ધાંત અને તેનાં અંગભૂત એવાં શાને જે શક્તિ પ્રમાણે પરિચય છે, તે પરમ આલંબન રૂ૫ અમારે દશનપક્ષ છે. ૩૧